Last Updated on February 25, 2021 by
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. શ્રીલંકાની મુલાકાતે ગયેલા ઈમરાન ખાને જણાવ્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર જમ્મુ કાશ્મીરનો વિવાદ છે. જોકે, આતંકવાદ પર બોલવાનું તેમણે ટાળ્યુ હતુ. આટલું જ નહીં ઈમરાન ખાને એવું પણ જણાવ્યુ હતુ કે, અમે સત્તામાં આવ્યા એટલે પહેલા ભારત સાથે વાતચીત કરી હતી.
ભારત સાથે વેપાર અને અન્ય મુદ્દાઓ પર વિવાદ દૂર કરવા પહેલ પાકિસ્તાને કરી છે. હું આશા રાખુ છુકે અમારો વિવાદ માત્ર જમ્મુ કાશ્મીર મુદ્દે છે. જે વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. ઈમરાન ખાન શ્રીલંકામાં આયોજીત વ્યાપાર અને રોકાણ સંમેલનમાં ગયા હતા. જોકે, ખસ્તાહાલ પાકિસ્તાનની ચિંતા કર્યા વગર તેમણે શ્રીલંકામાં કાશ્મીરનો રાગ આલાપ્યો. હવે ઈમરાન ખાન કોઈપણ દેશની મુલાકાતે જાય તો પાકિસ્તાનની ચિંતા કર્યા વગર તેઓ જમ્મુ કાશ્મીરનો રાગ આલાપવાનું ભૂલતા નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31