GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ માર્ચ મહિનાની આ તારીખોને અત્યારે જ નોંધી લો! આ કામ નહીં પતાવો તો દોડતા થઇ જશો

માર્ચ

Last Updated on February 28, 2021 by

વર્ષ 2021ના માર્ચ મહિનાની શરૂઆત થવા જઇ રહી છે. ફાઇનાન્શિયલ બાબતોને જોતા માર્ચનો મહિને મહત્વપૂર્ણ હોય છે, જે નાણાકીય વર્ષનો અંતિમ મહિનો પણ છે.આવી સ્થિતિમાં માર્ચમાં ઘણા કામો પતાવવા જરૂરી છે, જેની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ સિવાય આવા ઘણા કામો છે, જે સામાન્ય લોકો સાથે જોડાયેલા છે, જે પૂર્ણ થવાની તારીખ માર્ચમાં છે. આમાં, ઘણા કામોની તારીખ માર્ચ સુધી વધારી દેવામાં આવી છે, આવી સ્થિતિમાં, માર્ચમાં તમારે કયા કામો પૂરા કરવાના છે તે જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે.

ઉપરાંત, તમારે એ પણ જાણવું જોઈએ કે માર્ચ મહિનામાં, તમને લગતા કયા કામ માટેની છેલ્લી તારીખ કઇ છે. આ રીતે, તમે છેલ્લી તારીખ પહેલાં તમારા કામ પૂરા કરી શકશો. આવી સ્થિતિમાં, અમે તમને માર્ચમાં આવનારી લાસ્ટ ડેટ્સ વિશે જણાવી રહ્યાં છીએ, જેથી તમે સમયસર અને સરળતાથી તમારા કામ પતાવી શકો. જાણી લો આ મહિનામાં કયા કયા કામની છેલ્લી તારીખ શું છે…

15 માર્ચ 2021

નાણાકીય વર્ષ 2020-21 માટે એડવાન્સ ટેક્સનો ચોથો હપ્તો ભરવાની છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં, જો તમે એડવાન્સ ટેક્સ ભરશો, તો તમારે ચોથો હપ્તા 15 માર્ચ પહેલાં જમા કરાવવાનો રહેશે.

31 માર્ચ 2021

31 માર્ચ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે. આ દિવસે, ઘણા નાણાકીય કામોની છેલ્લી તારીખ હોય છે અને ઘણા કાર્યો 31 માર્ચે પૂરા કરવાના હોય છે. નાણાકીય વર્ષ 2019-20 માટે Belated અથવા રિવાઇઝ્ડ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે, તેથી તમારું કામ સમયસર પતાવી લો.

માર્ચ

ઘણાં સમય પહેલા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. પાનકાર્ડને આધાર નંબર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. જો તમે હજી સુધી તમારુ પાન આધાર સાથે લિંક કર્યુ નથી, તો જલ્દીથી તેને લિંક કરો. જો તમે આ કામ નહીં કરો, તો 31 માર્ચ પછી, જેઓ પાન આધાર સાથે લિંક કરશે નહીં તેમના પાનકાર્ડને 1 એપ્રિલ, 2021 થી નિષ્ક્રિય કરવામાં આવશે.

ડાયરેક્ટ ટેક્સ સંબંધિત બાબતોના સમાધાન માટે લાગુ ‘વિવાદ સે વિશ્વાસ યોજના’ અપનાવવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ સુધી વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત યોજના અંતર્ગત ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ વધારીને 30 માર્ચ કરવામાં આવી છે. આશરે એક વર્ષ પહેલા અમલમાં આવેલા ડાયરેક્ટ ટેક્સ ‘વિવાદ સે વિશ્વાસ’ એક્ટ, 2020 અંતર્ગત અત્યાર સુધીમાં 1,25,144 કેસનું સમાધાન કરવામાં આવ્યું છે.

4 માર્ચ 2021

જો તમે દિલ્હીમાં રહો છો અને તમારે તમારા બાળકનું નર્સરીમાં એડમિશન કરાવવુ છે, તો તમારી પાસે વધુ સમય નથી. જણાવી દઈએ કે નર્સરીમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 માર્ચ છે, તેથી 4 માર્ચ પહેલાં અરજી કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો