GSTV
Gujarat Government Advertisement

ગેરેન્ટી/ આ સિક્કો તમારી પાસે હશે તો તમે કરોડપતિ બનતા કોઇ નહીં રોકી શકે, ચેક કરી લો તમારી પાસે છે કે નહીં

સિક્કો

Last Updated on March 20, 2021 by

આપણામાંથી એવા ઘણાં લોકો હોય છે જેને જૂના સિક્કા અથવા કરન્સી એકઠા કરવાનો શોખ હોય છે. જો તમે પણ આમાંથી એક છો તો તમારી પાસે ફ્લોઇંગ હેર સિલ્વર ડૉલર સિસ્કો છે તો આ ખબર તમારી માટે છે. જો તમે વિચારી રહ્યાં છો કે એવું શું છે કે આ સમાચાર પર ધ્યાન આપવામાં આવે, તો તમને જણાવી દઇએ કે આ સિક્કો તમારા કરોડપતિ બનવાની ગેરેન્ટી છે. આ સિક્કો તમને ગણતરીની સેકેન્ડમાં કરોડપતિ બનાવી શકે છે. ફ્લોઇંગ હેર સિલ્વર ડૉલર સિક્કો અમેરિકાનો સૌથી પહેલો સિક્કો છે જે ચલણમાં આવ્યો હતો.

સિક્કો

સ્પેનિશ ડૉલરથી પ્રેરિત

આ સિક્કાની કિંમત કરોડોમાં છે અને તેને જ્યારે સેલમાં મુકવામાં આવ્યો હતો તો તેની કિંમતે સૌના હોશ ઉડાવી દીધાં હતાં. ન્યૂજર્સીમાં આયોજિત આ સેલમાં આ સિક્કો જેણે ખરીદ્યો એ કોઇ મામૂલી વ્યક્તિ ન હતો. આ સિક્કાને વર્ષ 1794 અને 1975માં તૈયાર કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે ચાંદીના આ સિક્કાને અમેરિકાએ સૌથી પહેલા તૈયાર કર્યો હતો. સિક્કાને એકવાર ફરીથી સેલમાં મુકવામાં આવ્યો છે. લાસ વેગાસની ધ વેનેટિયન હોટલમાં તેની બોલી લગાવવામાં આવી હતી. તેની સાઇઝ અને તેનું વજન સ્પેનિશ ડૉલર પર આધારિત હતા. સ્પેનિશ ડૉલર અમેરિકન નાગરિકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતા.

સિક્કો

પહેલીવાર 2013માં લાગી બોલી

વર્ષ 2013માં લાસ વેગાસના કલેક્ટર બ્રૂસ મૉરલાને તેને સૌથી પહેલીવાર ખરીદ્યો હતો. તેમણે જ તેને ફ્લોઇંગ હેર સિલ્વર ડૉલર નામ આપ્યું હતુ. બ્રૂસે આ સિક્કા માટે 10 મિલિયન ડૉલર ચૂકવ્યા હતા. તે સમયે કોઇ સિક્કા માટે ચૂકવવામાં આવેલી આ સૌથી મોટી રકમ હતી. સિક્કા પર લેડી લિબર્ટીની તસવીર છે જે તારાઓ સાથે છે અને એક તરફ ઇગલ એટલે કે બાજની તસવીર છે.

સિક્કો

શા કારણે તેને બનાવવાની જરૂર પડી

1791માં એલેક્ઝેંડ હેમિલ્ટન જે અમેરિકન કોંગ્રેસના સભ્ય હતાં. તેમની તરફથી એક જોઇન્ટ રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું હતુ. આ રેઝોલ્યુશનમાં નેશનલ મિન્ટ એટલે કે સિક્કા બનાવતા સંગઠનની વાત કરવામાં આવી હતી.

આ વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ વૉશિંગટને પણ કોંગ્રેસને એક મિન્ટની અપીલ કરી હતી. વર્ષ 1972માં અમેરિકન કોંગ્રેસ તરફથી ક્વૉઇન એજ એક્ટ પાસ કરવામાં આવ્યો. સત્તાવાર મંજૂરી મળ્યા બાદ પણ ચાંદી અને સોનાના સિક્કા તૈયાર કરવાનું કામ વર્ષ 1794 સુધી શરૂ થયું ન હતુ.

67 કરોડ રૂપિયા છે કિંમત

ફ્લોઇંગ હેર ડૉલરને રોબર્ટ સ્કોટે ડિઝાઇન કર્યો હતો. પહેલીવાર તેને 1794માં તૈયાર કરવામાં આવ્યો હતો. 1795માં ફરીથી તેનું નિર્માણ કરવામાં આવ્યુ. ઓક્ટોબર 1795માં આ ડિઝાઇનની જગ્યા ડ્રેપ્ડ બસ્ટ ડોલરે લીધી હતી. આ સિક્કાને ખુદ જ્યોર્જ વૉશિંગ્ટને ચકાસ્યો હતો. એક સિક્કાની કિંમત ભારતીય રૂપિયામાં 67 કરોડ જણાવવામાં આવી રહી છે. આ સિક્કાને દુનિયાનો સૌથી મોંઘો સિક્કો પણ કહેવામાં આવી રહ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો