Last Updated on March 26, 2021 by
બૉલીવુડની કેટલીય એક્ટ્રેસને જોઇને તેમની ઉંમરનો અંદાજ કાઢવો લગભગ અશક્ય જેવું હોય છે. 40ની ઉંમર પાર કર્યા પછી પણ બોલીવુડની અભિનેત્રીઓની ત્વચા હંમેશા ચમકતી રહે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. શિલ્પા શેટ્ટી પણ બોલીવુડની સૌથી ફીટ અભિનેત્રીઓમાંથી એક છે. ખાસ વાત એ છે કે તેમના સ્વાસ્થ્ય અને સુંદરતાનો ખજાનો તેમના રસોડા અને ગાર્ડનમાંથી જ મળી આવે છે.
ગોલ્ડન પોષણથી તંદુરસ્ત રહેશો હંમેશા
બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી યોગ અને હેલ્ધી ખાણી-પીણીને પોતાની સુંદરતા અને સારા સ્વાસ્થ્યનું વરદાન માને છે. થોડાક દિવસો પહેલા તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક ગોલ્ડન ડ્રિન્કની રેસિપી શેર કરી હતી. તેઓ તેને ગોલ્ડન પોષણ કહે છે. શિલ્પા પોતાના દિકરા વિયાન-રાજને પણ 5 વર્ષની ઉંમરથી આ હેલ્ધી ડ્રિન્ક આપી રહી છે. તેમના અનુસાર આ ખૂબ જ ફાયદાકારક છે.
ગુણોથી ભરપૂર છે શિલ્પાનું ગોલ્ડન ડ્રિન્ક
શિલ્પા શેટ્ટી દરરોજ લીંબૂ, હળદર, મધ અને આદુથી ગોલ્ડન પોષણ તૈયાર કરે છે. તેમના અનુસાર, કોરોના કાળમાં ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે આ બેસ્ટ ડ્રિન્ક છે. તેમાં એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટી ફંગલ, એન્ટી ઈન્ફ્લેમેટ્રી અને એન્ટી-બેક્ટીરિયલ ગુણ મળી આવે છે. દરરોજ સવારે તેનું સેવન કરવાથી સ્વસ્થ રહી શકાય છે.
શરીરને તંદુરસ્ત રાખશે આ પોષક ડ્રિન્ક
શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર આ ડ્રિન્કના ફાયદા જણાવ્યા છે. આ તમારી પાચન શક્તિને તંદુરસ્ત રાખવાની સાથે જ શ્વસન પ્રણાલી માટે પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આ વિટામિન સી અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે.. તેનાથી બોડીને ડિટૉક્સિફાઇ કરવામાં પણ મદદ મળે છે.
કેવી રીતે બનાવશો શિલ્પાનું ખાસ ગોલ્ડન ડ્રિન્ક
શિલ્પા શેટ્ટીનું આ ગુણકારી ગોલ્ડન ડ્રિન્ક બનાવવું ખૂબ જ સરળ છે. 2 કપ ગોલ્ડન પોષણ બનાવવા માટે તમારે 2 કપ ગરમ પાણી, દોઢ લીંબૂનો રસ, દોઢ ટેબલસ્પૂન તાજુ આદુનો રસ, 1 ટેબલસ્પૂન કાચી હળદર, 2 ટેબલસ્પૂન મધ, ચપટીભર મીઠું અને સ્વાદ માટે તજની જરૂર પડશે.
જાણો તેને બનાવવાની રીત…
- એક વાસણમાં મધ, લીંબૂનો રસ, આદુનો રસ, કાચી હળદર, તજ અને મીઠું નાંખો.
- આ મિશ્રણ પર ઉપરથી ગરમ પાણી નાંખો. મધને ઓગળી જવા દો.
- 5-7 મિનિટ સુધે વાસણને ઢાંકીને રાખી મુકો.
- એક મગમાં ગાળીને ગરમા-ગરમ સર્વ કરો.
સ્પેશિયલ ટિપ : મધને ક્યારેય પણ ખૂબ જ ગરમ અથવા ખૂબ જ ઠંડાં પાણીમાં મિક્સ ન કરશો. તેનાથી તેનો રંગ બદલાઇ જશે અને કોઇ ફાયદો પણ થશે નહીં.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31