GSTV
Gujarat Government Advertisement

ચશ્મા પહેરવાની ઝંઝટમાંથી મેળવવો હોય છુટકારો તો દરરોજ કરો આ કામ, પછી જુઓ તેની કમાલ

Last Updated on March 22, 2021 by

હાલના સમયમાં, દરેક વ્યક્તિ માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ આગામી સમયમાં વધુ કામને લીધે, વ્યક્તિ પોતાને પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય પણ ફાળવી શકતો નથી અને આ સાથે, જો આંખોની રોશની ઓછી થાય તો તેનાથી તમને આંખોને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આપણે આપણી આંખોનો પ્રકાશ વધારી શકીએ છીએ અને ચશ્માં પણ ખૂબ હદ સુધી દૂર કરી શકાય તેના વિશે જાણવાની જીજ્ઞાસા અવશ્ય હોય જ.

કેટલાક લોકોમાં આંખની સમસ્યા આનુવંશિક હોય છે

આજકાલ, ચશ્મા પહેરવા એ સામાન્ય બાબત બની ગઈ છે કારણ કે ન તો કોઈ પહેલાના જેવા ખાન પાન રહ્યા છે કે ન તો લોકોને પહેલા જેવી પ્રાકૃતિક કુદરતી વાતાવરણ મળે છે. આજના આધુનિક યુગમાં, મોબાઇલ, ટેલિવિઝન, કમ્પ્યુટર અને અન્ય ઘણી એવી વસ્તુઓ છે જે તમારી આંખોને અસર કરે છે. તો કેટલાક લોકોમાં આંખની સમસ્યા આનુવંશિક હોય છે, જેના કારણે ચશ્માનો ઉપયોગ કરવો પડે છે. કુદરતી રીતે ઘરેલુ ઉપાયો થકી ચશ્માથી મોટી હદ સુધી છુટકારો મેળવી શકો છો.

આવા છે ઘરેલુ ઉપાયો

આંખોની સંભાળ માટે, આહારમાં વિટામિન એનો સમાવેશ કરવો જરૂરી છે અને વિટામિન એ સપ્લાય માટે ગાજર, સંતરા, નારંગી અને પીળા રંગની શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.
મધ અને ડુંગળી: આંખોની રોશની વધારવા માટે એક ટીપાં મધમાં એક ટીપું ડુંગળીનો રસ મેળવીને તેને તમારી હથેળીમાં ઘસી લો. સૂતા પહેલા તેને તમારી આંખોમાં કાજલની જેમ લગાવો.

તમારી આંખોમાં દરરોજ 5-6 ટીપાં ગુલાબજળ નાંખો

ગુલાબજળ: તમારી આંખોમાં દરરોજ 5-6 ટીપાં ગુલાબજળ નાંખો, આંગળીની સપાટી પરથી પોપચાને હળવા હાથે થોડું માલિશ કરો અને સવારે આમળાના પાણીથી ધોઈ લો, જો તમને આમળા ન મળે તો તમે હુંફાળા – નવશેકા પાણીથી પણ આંખો ધોઈ શકો છો. આ પ્રમાણે નિયમિત આંખોની દેખભાળ કરવાથઈ તમારા ચશ્માના નંબર ઘટી જશે અને આંખોની રોશની તેજ થશે.
બદામ અને મોટી વરિયાળી: બદામ, મોટી વરિયાળી અને સાકરને એક સમાન માત્રામાં હળવી દળી લેવી. અને નિયમિત રૂપે રાતના સૂતા સમયે દૂધની સાથે સેવન કરો. આ તમારી આંખોની રોશની સાથે તમારી યાદશક્તિને પણ ધારદાર બનાવશે.

સરસવના તેલની માલિશ તમારી આંખોની રોશની તીવ્ર બનશે

સરસવનું તેલ: રાત્રે સૂતા પહેલા તમારે સરસવનું તેલ થોડું ગરમ કરી તેને આંગળીઓની મદદથી તમારા પગના તળિયા ઉપર મસાજ કરવો. જે શરીરમાં એક્યુપંક્ચર તરીકે કામ કરશે અને તમારી આંખોના લોહીના કોષોને સક્રિય કરશે. શરીરમાં લોહીનો પ્રવાહ અને પરિભ્રમણમાં સુધારો થશે. આ ઉપાયોને નિયમિત કરવાથી તમારી આંખોની રોશની તીવ્ર બનશે. આંખોની લાલાશ પણ મટી જશે.

સવારે લીલા ઘાસ પર ચાલો અને શક્ય તેટલી લીલી શાકભાજી ખાઓ

ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવાનો પ્રયાસ કરો, સવારે લીલા ઘાસ પર ચાલો અને શક્ય તેટલી લીલી શાકભાજી ખાઓ જેથી તમારા શરીરને તમામ પોષક તત્વો મળી રહે. આ ઉપાયોને નિયમિત કરવાથી, તમારા ચશ્મા ખૂબ જ ઝડપથી ઉતરી જાય છે અને તમારી આંખોની રોશની પણ તેજ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો