GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર: બાઈક પર બાળકોને બેસાડીને ગમે ત્યાં નિકળી જતાં લોકો થઈ જજો સાવધાન, લાગશે મોટો દંડ

Last Updated on April 1, 2021 by

જો તમે પણ એ લોકોમાંથી એક છો જે પોતાના સ્કૂટર અથવા બાઈક પર પરિવાર સાથે ફરતા હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે, તેના માટે આપને મસમોટો દંડ ભરવો પડી શકે છે. આવુ એટલા માટે કહેવાય છે કે, કેમ કે જો આપ બે લોકો ઉપરાંત બાઈક અથવા સ્કૂટર ચારથી વધારે ઉંમરના બાળકોને બેસાડશો, તો તેના પર ફાઈન લાગશે.

હકીકતમાં જોઈએ તો, નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ચાર વર્ષથી વધારે ઉંમરના બાળકોની ત્રીજી સવારીમાં ગણતરી થશે. ત્યારે આવા સમયે જો બે લોકો બાઈક પર જઈ રહ્યા હોય, અને સાથે બાળક પણ હોય અને તેની ઉંમર ચાર વર્ષથી વધારે હોય તો આપને દંડ ભરવો પડી શકે છે. તથા જો સિંગલ વ્યક્તિ ચાર વર્ષથી મોટી ઉંમરના બાળકને લઈને જઈ રહ્યા છે, તો તેમને હેલ્મેટ પહેરવુ ખૂબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ આવુ નહીં કરે તો, તેના પર સેક્શન 194A અંતર્ગત 1000 રૂપિયાનો દંડ લાગી શકે છે.

દ્વિચક્રી વાહન ચલાવી શકશે બાળકો

જો તમારૂ બાળક પર બે પૈડાવાળુ વાહન ખરીદવાની જીદ કરે છે, તો ધ્યાન આપો કે દેશમાં બે લેવલે લાઈસન્સ આપવામાં આવે છે, જેમાં 16થી 18 વર્ષનું અને બીજૂ લેવલ 18થી મોટી ઉંમરના બાળકો માટે. જેમાં 16થી 18 વર્ષ સુધીના બાળકોને ફક્ત ગિયરવાળા બાઈક અને સ્કૂટર ચલાવી શકશે. અને તેનું એન્જિન મેક્સિમમ 50 સીસીનું હોવુ જોઈએ. તો વળી 18 વર્ષથી મોટી ઉંમરના માટે આ કોઈ શરત લાગતી નથી.

હોર્ન વગાડવા અને મોબાઈલ પર વાત કરવા પર લાગશે દંડ

બાઈક અને સ્કૂટર ચલાવવા દરમિયાન ખાસ કરીને લોકો મોબાઈલમાં વાત કરવા લાગતા હોય છે. જો કે,આવા સમયે આપને ભારે ભરખમ દંડ ભરવો પડી શકે છે. કેટલીય વાર એવુ પણ થતું હોય છે કે, સાઈલેંટ ઝોનમાં ચાલતા હોય અને કોલ આવે તો સાઈડમાં બાઈક લગાવીને વાતો કરવા લાગતા હોય છે. જો કે, આવુ કરવાથી પણ દંડ થઈ શકે છે. સાથે જ સાઈલેંટ ઝોનમાં હોર્ન વગાડવા પર 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

જાણો કોના પર લાગશે કેટલો દંડ

હાલમાં જ સરકારે નવા ટ્રાફિક રૂલ્સ 2020ને લાગૂ કર્યા છે. જે અંતર્ગત જો વ્યક્તિ રેડ લાઈટ તોડશે તો, 500 રૂપિયા. લાઈસન્સ વગર ગાડી ચલાવવા પર 5000 રૂપિયા, ઓવર સ્પિડીંગ પર 1000 રૂપિયા, રસ્તા પર સ્ટંટબાજી કરવા પર 5000 રૂપિયા. હેલ્મેટ ન પહેરવા પર 1000 રૂપિયા. ત્રણ મહિના સુધી લાઈસન્સ રદ અને ઈંશ્યોરંન્સ વગર ગાડી ચલાવવા પર 2000 રૂપિયાનો દંડ લાગી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો