GSTV
Gujarat Government Advertisement

હેલ્થ/ તમારા પગમાં દેખાય આ સંકેત તો ચેતી જજો, હોઇ શકે છે તમને આ ગંભીર બીમારીઓ

પગ

Last Updated on February 25, 2021 by

શરીરના અન્ય હિસ્સાઓમાં થતા બદલાવ પર તો મોટાભાગના લોકો ધ્યાન આપે છે, ઘણાં ઓછા લોકો એવા હોય છે જેનું ધ્યાન પગ તરફ જાય છે. પરંતુ શું તમે જાણો છો? તમારા પગ સ્વાસ્થ્ય વિશે ઘણું બધુ જણાવે છે. હકીકતમાં પગ આપણી બૉડીના સિગ્નલ પોઇન્ટ હોય છે. જે બીમારીઓનો સંકેત આપે છે જેના પર જો ધ્યાન આપવામાં ન આવે તો તેના પરિણામ ગંભીર હોઇ શકે છે. તેથી પગમાં થતા બદલાવ પર ધ્યાન આપવુ જોઇએ.

પગ

શું તમારા પગમાં પણ થાય છે આવી તકલીફ?

જો તમારી એડીઓમાં હંમેશા દુખાવો થતો રહેતો હોય તો તે શરીરમાં યૂરિક એસિડ વધવાનો સંકેત આપે છે. તેથી યૂરિક એસિડની તપાસ જરૂર કરાવવી જોઇએ.

જો તમારા પગના અંગૂઠા અને પંજામાં સોજો હોય તો, તમારે ડોક્ટરનો સંપર્ક સાધવો જોઇએ. આ સંકેત કિડનીની સમસ્યા અથવા એનીમિયા થવાનો સંકેત છે.

પગ

તમારા પગના નખ પર જો લાલ રંગ જોવા મળે તો સંકેત હાર્ટ ઇંફેક્શન તરફ ઇશારો કરે છે. આવુ ત્યારે થાય છે જ્યારે આપણી રક્ત વાહિનીઓ તૂટી જાય છે.

વારંવાર મોશ્ચરાઇઝર અથવા કોલ્ડ ક્રીમ લગાવ્યા બાદ પણ તમારા પગની સ્કીન રૂક્ષ અથવા ફાટેલી રહે છે તો તેની ઉપેક્ષા ન કરો. બની શકે છે કે તમને થાયરોઇડ હોય. તેથી જરૂર ટેસ્ટ કરાવી લો.

પગ

પગમાં ઇજા થાય અને લાંબા સમય સુધી તેમાં રૂઝ ન આવે તો તમારે તેને ગંભીરતાથી લેવુ જોઇએ. કારણ કે પગની ઇજા તે વાતનો સંકેત આપે છે કે તમને કદાચ ડાયાબિટીસ હોઇ શકે છે. તેથી શુગર ટેસ્ટ જરૂર કરાવી લો.

તમારા પગના પંજા અથવા ગોઠણમાં હંમેશા દુખાવો રહેતો હોય અને દવા લીધા બાદ તેમાં એક હદ સુધી આરામ મળે તો તે સંધિવા બીમારીના લક્ષણ હોઇ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો