GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / જો તમારી ટ્રેનની ટિકિટ પર લખ્યો છે આ કોડ તો જ કંફર્મ થશે તમારી સીટ!, આ રીતે કરી લો ચેક

Last Updated on March 9, 2021 by

રેલ્વે ટિકિટમાં દમેશા મારામારી રહી છે. ઘણી મુશ્કિલથી કન્ફર્મ ટિકિટ મળે છે. એવામાં ટ્રેન યાત્રા કરવા માટે તમે કયારેક તો સ્લીપર , AC, ચેર કાર માટે રિઝર્વેશન કરાવ્યુ હશે. ટિકિટ કરાવ્યા બાદ ટિકિટ પર લખેલા RLWL અથવા CKWL પણ લખેલુ હશે. પરંતુ શું તમે એ જાણવાની કોશિશ કરી કે, તેનો મતલબ શું થાય છે. તે ઉરપરાંત PNR નંબરનો ઉપયોગ કન્ફર્મ ટિકિટ માટે જોઈએ છીએ તેનો મતલબ શું છે. તો ચાલો આજે તમને જણાવીશે આ વિશેની સમગ્ર માહિતી.

GNWL

ટિકિટ પર લખેલા આ શોર્ટ ફોર્મનો મતલબ ‘જનરલ વેઈટિંગ લિસ્ટ’ થાય છે. ટિકિટમાં એ ત્યારે લખવામાં આવે છે જ્યારે કોઈ યાત્રી કોઈ પ્રારંભિક સ્ટેશનથી અથવા તેની આસપાસના સ્ટેશન પરથી યાત્રા શરૂ કરે છે. વેઈટિંગ લિસ્ટમાં સૌથી સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવે છે. તેમાં યાત્રીની ટિકિટ કન્ફર્મ થવાની સૌથી વધુ સંભાવના હોય છે.

RLWL

રેલ્વે ટિકિટ પર આ શોર્ટ ફોર્મનો મતલબ ‘રિમોટ લોકેશન વેઈટિંગ લિસ્ટ’ થાય છે. એ ત્યારે લખવામાં આવે છે જયારે બે મોટા સ્ટેશનો વચ્ચે કોઈ એક એવુ સ્ટેશન હોય જયાં વધારે ટ્રેનો હાજર ન હોય, તેવી સ્થ્તીમાં ત્યાંના યાત્રીને કોઈની ટિકિટ કેંસલેશન પર પહેલા સીટ આપવામાં આવે છે. તો મતલબ તમારી ટિકિટ કન્ફર્મની જવાબદારી બીજાના કેંસલેશન પર નિર્ભર કરે છે. તેમાં ટિકિટ કન્ફર્મની સંભાવના ઓછી હોય છે.

TQWL

પહેલા તેનુ નામ CKWL હતુ પરંતુ વર્ષ 2016 બાદ તેને બદલીને TQWL કરાયુ. જેનો મતલબ ‘તત્કાલ કોટા વેઈટિંગ લીસ્ટ’ થાય છે. તેમાં તમારી ટિકિટ ત્યારે કન્ફર્મ થશે જયારે તત્કાલની યાદિમાં ટિકિટ કેસલ થાય છે. આ શ્રેણીમાં તમને RAC નો વિકલ્પ પણ નથી મળતો. જોકે આવી સ્થિતીમાં ટિકિટ જાતે કેંસલ થઈને તમને તેના પૈસી રિફંડ મળી જાય છે.

PQWL

PQWL એટલે ‘પૂલ્ડ કોટા વેઈટિંગ લિસ્ટ’ તેમાં કેટલાક નાના સ્ટેશનો માટે કોટા જાહેર કરાય છે. આ વેઈટિંગ લીસ્ટ એક કોઈ મોટા ક્ષેત્રના કોઈ નાના-નાના સ્ટેશનો માટે હોય છે. જોકે, આ વેઈટિંગ લિસ્ટને ક્લિયર કરવા પર પોતાના કોટાથી કોઈ કેસંલેશનની જરૂર હોય છે. તેમાં એ યાત્રીઓને જ ટિકિટ આપવામાં આવે છે જે ટ્રેનના શરૂઆતના કેટલાક સ્ટેશન સુઘી જ મુસાફરી કરતા હોય છે.

RQWL

આ ટિકિટ
આ ટિકિટની છેલ્લી વેઈટિંગ લિસ્ટ છે, જેનો અર્થ છે “વિનંતી ક્વોટા વેઈટિંગ લિસ્ટ”. જો ટ્રેન રૂટમાં પૂલનો ક્વોટા ન હોય તો આવી વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે. પુલેડ ક્વોટા એટલે કે જ્યારે કોઈ મુસાફર લાંબા અંતરની ટ્રેનમાં કોઈપણ બે સ્ટેશન વચ્ચે પ્રવાસ કરે છે અને તેની ટિકિટની રાહ જોવા આવે છે, તો તે ટિકિટ PQWLની વેઈટિંગ લિસ્ટમાં જાય છે. આવી ટિકિટોની કન્ફર્મ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

PNR

આ નંબર આપણી ટિકિટનો સૌથી મહત્વનો ભાગ હોય છે. ટિકિટની સૌથી ઉપર ડાબી બાજુએ આ નંબર એક બોક્સમાં હોય છે. આ નંબર મુસાફરી કરનારને યાત્રા સંબંધિત જાણકારી પણ આપે છે. PNRતી અન્ય જાણકારીઓ ઉપરાંત કોચ, સીટ નંબર અને ભાડાની જાણકારી પણ મળે છે. આ નંબર ટ્રેનના TC પાસે પણ હોય છે. જે આ જ નંબરથી તમારી ટિકિટ અને સીટ હોવાની પૂષ્ટિ કરે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો