Last Updated on March 24, 2021 by
પ્રાઇવેટ સેક્ટરની ICICI બેંક પોતાના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ પર તત્કાલ ઇએમઆઇની સુવિધા આપી રહી છે. ‘EMI @ Internet Banking’ નામથી શરૂ થનારી આ સુવિધાથી લાખો પ્રી-અપ્રુવ ગ્રાહકોને ફાયદો થશે. આવાં ગ્રાહક હવે સરળતાથી આ સેવા અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લેણદેણને ડિજિટસ માધ્યમથી તુરંત EMI માં કન્વર્ટ કરી શકે છે. આ રીતે ગ્રાહકોને તુરંત અને સંપૂર્ણ રીતે ડિજિટલ EMI નો લાભ મળી શકશે. આ સુવિધા બાદ પોતાના પસંદગીના ગેટેજ ખરીદવા અથવા તો ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મના આધારે સેવિંગ્સ એકાઉન્ટથી સરળ રીતે EMI માં વીમા પ્રીમિયમ અથવા તો બાળકોની સ્કૂલની ફીનું પેમેન્ટ કરી શકે છે.
ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ, વીમા, ટ્રાવેલ, સ્કૂલ ફી વગેરેમાં આ સુવિધાનો ઉપયોગ થઇ શકશે
ICICI બેંક આવી સુવિધા આપનારી દેશની પ્રથમ કોમર્શિયલ બેંક છે. બેંકે આ સુવિધાને શરૂ કરવા માટે દેશની લીડિંગ પેમેન્ટ કંપનીઓ બિલ ડેસ્ક અને રેજરપેની સાથે કરાર કર્યો છે. વર્તમાનમાં ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ, વીમા, ટ્રાવેલ, સ્કૂલ ફી જેવાં 1000 પ્રકારના પેમેન્ટ માટે આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.
આ ખાસ સુવિધાને લોન્ચ કરતા સમયે ICICI બેંકના હેડ – અનસિક્યોર્ડ એસેટ્સ સુદીપ્ત રૉયએ જણાવ્યું કે, ‘અમે હંમેશા અમારા ગ્રાહકોને વધારે સુવિધાઓ પ્રદાન કરવા અને તેમની માટે બેંકિંગ અનુભવને ઉત્તમ બનાવવાની કોશિશ કરીએ છીએ. આ દિશામાં અમે સતત નવા અને અનોખા સોલ્યુશન્સ આપવાની કોશિશમાં જોડાયેલા રહીએ છીએ. અમે જોયું છે કે, અનેક વખત વીમા પ્રીમિયમ, સ્કૂલ ફી, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા અથવા તો બેંકના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મના માધ્યમથી મોટા ટ્રાન્ઝેક્શન કરીએ છીએ.’
EMI @ Internet Banking સુવિધાના શું ફાયદા?
- ગ્રાહક બેંકના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મના માધ્યમથી ચૂકવણી કરીને પોતાના હાઇ વેલ્યુ ટ્રાન્ઝેક્શનને તુરંત અને ડિજિટલ રૂપથી કન્વર્ટ કરી શકે છે.
- ગ્રાહકો તેમના મનપસંદ ગેજેટની ચુકવણી અથવા વીમા પ્રિમીયમ ભરવાથી લઇને બાળકોની શાળા ફી સુધી સરળતાથી પેમેન્ટ થઇ જશે.
- હાઇ વેલ્યુ ટ્રાન્ઝેક્શનની લિમિટ રૂ. 50,000 થી રૂ. 5 લાખ સુધીના ઉત્પાદનો અને સેવાઓ પર મળશે.
- ગ્રાહકો પાસે વિકલ્પ હશે કે તેઓ ત્રણ મહિના, છ મહિના, નવ મહિના અને 12 મહિનાથી કોઈ પણ સમયગાળાને પસંદ કરી શકે.
કેવી રીતે મળશે આ સુવિધાનો લાભ?
તમે ઇ-કોમર્સ વેબસાઇટ/એપ પર પ્રોડક્ટ અથવા સર્વિસિઝને પસંદ કરો. પેમેન્ટ મોડના રૂપમાં ‘ICICI Bank Internet Banking’ ને પસંદ કરો.
ત્યાર બાદ આગામી સ્ટેપમાં યુઝર આઇડી અને પાસવર્ડ દાખલ કરો. પેમેન્ટ પેજ પર ‘EMI માં પરિવર્તિત કરો’ ટેબ પસંદ કરો.
ત્યાર બાદ તમારે પેમેન્ટનો ગાળો પસંદ કરવાનો રહેશે. પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો અને પેમેન્ટ કરો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31