Last Updated on March 16, 2021 by
યુપીના મેરઠમાં પતિ-પત્ની ઓર વોહ.. નો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મેરઠમાં બનેલી ઘટનામાં એક હોસ્પિટલનો સંચાલક પોતાની ગર્લફ્રેન્ડને લઈને બજારમાં શોપિંગ કરાવવા માટે નીકળ્યો હતો. તેને કદાચ સ્વપ્ને પણ કલ્પના નહીં હોય કે, આ વાતની ખબર પત્નીને પડી જશે અને તે બજારમાં પહોંચી જશે.
હોસ્પિટલ સંચાલકની પત્નીએ પોતાના પતિને રંગેહાથ પકડી લીધો
જોકે આવું જ થયું હતું અને હોસ્પિટલ સંચાલકની પત્નીએ પોતાના પતિને રંગેહાથ પકડી લીધો હતો. ગર્લફ્રેન્ડને પતિ શોપિંગ કરાવી રહ્યો છે તે જોઈને પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો .તેણે બજારમાં જ પતિ અને તેની ગર્લફ્રેન્ડની ધોલાઈ કરી નાંખી હતી.
મારી પત્નીને પહેલા જ છૂટાછેડા આપી ચુક્યો છું
જેના પગલે ભારે હંગામો મચ્યો હતો અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્રણેને પોલીસ મથકમાં લવાયા હતા. જ્યાં પતિએ કહ્યું હતું કે, હું મારી પત્નીને પહેલા જ છૂટાછેડા આપી ચુક્યો છું. જોકે તે પોલીસને તેના કોઈ પૂરાવા આપી શક્યો નહોતો. બીજી તરફ પત્નીએ અગાઉ પતિ સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હોવાનું પણ બહાર આવ્યું હતું.
પત્નીએ બંનેની પિટાઈ કરતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો
મહિલાને પોતાના પતિના લફરા પર પહેલેથી શંકા હતી અને તે પતિનો પીછો કરતા કરતા બજાર સુધી પહોંચી હતી. જ્યાં તેનો પતિ ગર્લફ્રેન્ડ સાથે કપડાની દુકાનમાં નજરે પડ્યો હતો. એ પછી પત્નીએ બંનેની પિટાઈ કરતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31