GSTV
Gujarat Government Advertisement

વૈજ્ઞાનિકનો દાવો: વર્ષ 2600 સુધીમાં માણસો થઈ જશે ‘અમર’, ગુજરી ગયેલા લોકોને ધરતી પર પાછા લાવી શકાશે

Last Updated on March 25, 2021 by

માનવજાત લાંબા સમયથી અમરત્વ પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે અમુક લોકોનો દાવો છે કે, કેટલાય લોકો અમરત્વને પ્રાપ્ત પણ કરી ચુક્યા છે.પણ હકીકતમાં અમરત્વ શું હોય છે. જે માનવ માટે હજૂ પણ દૂરની વાત છે. જો કે, હવે એક રશિયન વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, માનવ જો સાચી દિશામાં ચાલે છે, તો તે અમરત્વને પ્રાપ્ત કરી શકે છે. એટલુ જ નહીં, તે પોતાની શક્તિનો ઉપયોગ કરીને ગુજરી ગયેલા લોકોને પાછા બોલાવી શકે છે.

પોતાના પ્રિયજનોને ધરતી પર પાછા લાવી શકાશે

રશિયન વૈજ્ઞાનિક એલેક્સેઈ તુર્ચિન એક ટ્રાંસહ્યુમેનિસ્ટ છે. તેમણે કહ્યુ હતું કે, માણસ પોતાના પ્રિયજનોને ધરતી પર પાછા બોલાવી શકે છે. જો કે, તેના માટે એલેક્સેઈએ કહ્યુ હતું કે, માણસને પોતાની દરેક ગતિવિધિનો રેકોર્ડ રાખવો પડશે. જેથી જરૂર પડતા આપની ગતિવિધિ, આપની યાદો, આપના અનુભવો બીજાના શરીરમાં નાખી શકાય. એટલા માટે તે ખુદ પોતાના તમામ પ્રવૃતિને રેકોર્ડ કરીને સર્વરમાં સ્ટોર કરી રહ્યા છે. જેથી આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઈંન્ટેલીજેંસનો ઉપયોગ કરીને પાછુ જીવતો કરી શકાય.

અમરતાના સિદ્ધાંત પર પુસ્તકો લખ્યાં

એલેક્સેઈ તુર્ચિન ખુદને ટ્રાંસહ્યુનિસ્ટ કહે છે. તેણે અમરતાના સિદ્ધાંત પર કેટલાય પુસ્તકો લખ્યા છે. હવે તેઓ અમરત્વ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તે વિષય પર રિસર્ચ પેપર પ્રકાશિત કરી રહ્યા છે. જેનું નામ છે Classification of Approaches to Technological Resurrection for the Foundation Science for Life Extension રાખ્યુ છે.

અમરત્વ માટેના 4 અલગ અલગ રસ્તાઓ

એલેક્સેઈ તુર્ચિને પોતાના સાથી સ્કોલર માકિસ્મ ચેર્ન્યાકોવની સાથે આ રિસર્ચ પેપર લખ્યુ છે. તેને “Immortality Roadmap” નામ આપ્યુ છે. જેમાં અમરત્વને પ્રાપ્ત કરવા માટે 4 અલગ અલગ રસ્તા બતાવામાં આવ્યા છે. સાથે એવુ પણ કહેવાયુ છે કે, પહેલો રસ્તો એકદમ યોગ્ય છે. પણ બાકીના ત્રણ રસ્તા બૈકઅપ પ્લાન માફક છે. આ રિસર્ચ પેપરમાં મરી ચુકેલા લોકોને પાછા લાવવાની રીત વિશે બતાવામાં આવ્યુ છે.

માણસ પાસે મોતનો કોઈ જવાબ નથી

આ રિસર્ચ પેપરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે, માણસ પાસે મોતનો કોઈ જવાબ નથી. મોત અવશ્યંભાવી છે. એટલે કે, મોત તો આવીને જ રહેશે. પણ મોત બાદ માણસ જો પોતાની જાત સાથે જોડાયેલા ડેટા સંઘરી રાખે અને આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ એટલી વિકસીત થઈ ચુકી હશે, તો તે ખુદ કોમ્પ્યુટરથી આર્ટિફિશિયલ શરીરમાં ઉતરી શકશે. એટલે કે તેનું મૈપિંગ કરી શકશે. આવી રીતે માણસ મર્યા બાદ અમર થઈ શકશે.

2600 સુધીમાં સફળ થવાની આશા

પ્લાન એ મુજબ જ્યાં સુધી આર્ટિફિશિયલ રીતે જિંદગીને વધારવાની રીત સામે આવી જાય, ત્યાં સુધી માણસ મોતથી બચવા માટે શરીરના અંગોને બાયોએન્જિનિયરીંગની મદદથી સુરક્ષિત રાખી અને નૈનોટેક બોડીમાં તેને પ્રત્યર્પિત કરીને ખુદ જીવતો રાખશે. જો કે, તેમાં સફળ થવાની આશા વર્ષ 2600 સુધીની છે. પ્લાન બીમાં ક્રાયોનિક્સ અથવા બોડીને ફ્રીઝ કરીને રાખવાનો ઉપાય છે. જ્યાં સુધી અમરત્વને પ્રાપ્ત કરનારી કોઈ શોધ હાથ ન લાગે. જ્યારે પહેલો પ્લાન સફળ થઈ જાય. તેને ઈનડાયરેક્ટ માઈંડ અપલોડીંગ પણ કહેવાય છે. અને પ્લાન ડીમાં આશા રાખવાની વાત છે, જેમાં માણસ જલ્દીમાં જલ્દી અમરત્વની શોધ કરી લે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો