GSTV
Gujarat Government Advertisement

બુસ્ટર / ભારતમાં આ 5 કારોની છે ભારે માગ : જાણી લો કેટલો છે તેનો વેટિંગ પીરિયડ, લેવી હશે તો રાહ જોવી પડશે

Last Updated on March 26, 2021 by

ભારતમાં ઓટો ઈન્ડસ્ટ્રીની ઘણી કારો એવી છે જેની માર્કેટમાં ઘણી ડિમાંડ છે. આ કારો માટે તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે.વિતેલા વર્ષમાં કોરોના કાળના કારણે ઓટો ઈન્ડસ્ટ્રી માટે ઘણો ખરાબ સાબિત થયો હતો. પરંતુ આ વર્ષે ઈન્ડસ્ટ્રીને થોડુ બુસ્ટર મળ્યું છે.

Mahindra Thar

મહિન્દ્રાની આ પોપ્યુલર થારને ભારતમાં ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ કાર પાછલા વર્ષમાં લોન્ચ કરવામાં આવી હતી. તેના સક્સેસનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, જો તમે અત્યારે આ કારને ખરીદવા માગો છો તો તેના માટે તમારે 9 મહિનાની રાહ જોવી પડશે. થારનું વેટીંગ પીરિયડ 9 મહિનાનો છે.

Hyundai Creta

ક્રેટા હુંડાઈની સૌથી સારૂ વેચાણ ધરાવતી કારોમાંથી એક છે. આ શાનદાન એસયુવી માટે તમારે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. તેનો વેટીંગ પીરિયડ પણ 9 મહિનાનો છે.

Maruti Suzuki Ertiga

સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીની અર્ટીગા આ સમયે બેસ્ટ એમપીવી માનવામાં આવી રહી છે. આ સસ્તી કારને ખરીદવા તમે મન બનાવી રહ્યાં છો તો તમારે 8 મહિના સુધી રાહ જોવી પડશે.

Nissan Magnite

નિસાનની આ શાનદાર કારને પાછલા વર્ષે કોરોના કાળમાં લોન્ચ કરવામાં આી હતી. આ કારની ભારતમાં ખુબ જ માગ છે. નિસાનની આ કાર માટે છ મહિના કરતા વધારે સમય રાહ જોવી પડી શકે છે.

Kia Sonet

Kia Sonet પણ ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. આ કારને સૌથી સારો રિસપોન્સ મળી રહ્યો છે.આ કાર ખરીદવા માટે તમારે છ મહિનાની રાહ જોવી પડે છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો