Last Updated on February 28, 2021 by
ઇંસ્ટેંટ મેસેજિંગ એપ WhatsApp આજકાલ પર્સનલ અને પ્રોફેશનલ એમ બંને રીતે યુઝ કરવામાં આવી છે. તેવામાં ઘણાં લોકો એક જ ફોનમાં બે અલગ અલગ WhatsApp એકાઉન્ટ યુઝ કરવા માગે છે. સાથે જ ઘણાં ડ્યુઅલ સિમ રાખનારા યુઝર્સ પણ આવું જ કંઇક ઇચ્છે છે. WhatsApp તરફથી આ પ્રકારનું કોઇ ફીચર નથી મળતું જેની મદદથી એક જ ડિવાઇસમાં બે એકાઉન્ટ યુઝ કરી શકાય. જો કે તમારા ફોનમાં એક સેટિંગ જરૂર આપવામાં આવી છે, જેની મદદથી તમે આ કામ સરળતાથી કરી શકો છો.
આજકાલ મોટાભાગમાં સ્માર્ટફોન્સમાં પેરલલ એપ (parallel app)નું ફીચર આપવામાં આવે છે. આ ફીચર અલગ અલગ કંપનીના ફોનમાં અલગ-અલગ નામે આવે છે. આ ફીચરનું કામ કોઇપણ એપનું ક્લોન બનાવવાનું છે. તે તમારા ફોનમાં રહેલી તોઇ અન્ય એપની ડુપ્લીકેટ તૈયાર કરી દે છે, જેમાં તમે બીજુ એકાઉન્ટ બનાવી શકો છો. ચાલો તમને જણાવીએ કે આ ફીચર કયા ફોનમાં કયા નામે આવે છે.
સ્માર્ટફોન અને તેનુ પેરલલ એપ ફીચર
- Samsung ફોન: Dual Messenger
- Xiaomi ફોન: Dual Apps
- Realme ફોન: Clone Apps
- OnePlus ફોન: Parallel Apps
- Oppo ફોન: Clone Apps
- Vivo ફોન: App Clone
- Asus ફોન: Twin Apps
જો તમારી પાસે તેમાંથી કોઇ કંપનીનો સ્માર્ટફોન છે, તો તમે સરળતાથી એક જ ડિવાઇસમાં બે Whatsapp એકાઉન્ટ ચાલાવી શકો છો. ચાલો તમને જણાવીએ તેની ટ્રિક…
આ રીતે એક જ ફોનમાં યુઝ કરો બે Whatsapp એકાઉન્ટ
સ્ટેપ 1: તમારા ફોનના Settings સેક્શનમાં જાઓ
સ્ટેપ 2: અમારી પાસે Oneplus નો ફોન છે તેથી અમે સર્ચ બારમાં Parallel Apps ટાઇપ કર્યુ.
સ્ટેપ 3: એકવાર આ સેટિંગ દેખાયા બાદ તેના પર ટેપ કરો અને પછી તમારી ડિવાઇસ તે એપ્સને દેખાડશે, જેનું ક્લોન બનાવી શકાય છે.
સ્ટેપ 4: આ લિસ્ટમાં રહેલા Whatsapp આઇકન પર ટેપ કરો, જેથી Whatsappનું ડુપ્લીકેટ તૈયાર થઇ જાય. તે બાદ તમે ડુપ્લીકેટ Whatsapp ઓપન કરીને બીજા નંબરથી લૉગિન કરી શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31