GSTV
Gujarat Government Advertisement

હેલ્થ/ ધૂળેટી રમીને માથુ ભારે થઇ ગયું છે? તો આ ઘરેલૂ ઉપચારથી મેળવો રાહત

માથુ

Last Updated on March 29, 2021 by

હોળીના દિવસે ઘણી ભાગદોડ રહે છે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી હોળીના રંગમાં રંગાઇ જાય છે. હોળીને ખાસ બનાવવા માટે કોઇ લાલ રંગથી હોળી રમે છે તો કોઇ લીલા રંગથી. કોઇ અબીલથી એકબીજાના ચહેરા રંગે છે તો કોઇ ગુલાલ થી. પરંતુ ઘણીવાર લોકો હોળીની ખુશી અને ઉત્સાહમાં આવીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તેવામાં માથુ ભારે થવુ, માથાના દુખાવા જેવી સમસ્યાઓથી પરેશાન થઇ જાય છે. તેથી હોળીના દિવસે અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જેને ફોલો કરવાથી તમે હોળીનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો.

હોળીના દિવસે ખૂબ પાણી પીવો

હોળીના દિવસે ઘણી વધુ ભાગદોડ હોય છે. ભાગદોડના કારણે શરીર થાકી જાય છે. સાથે જ તડકામાં હોળી રમવાથી તમારુ શરીર ડીહાઇડ્રેટ થઇ જાય છે. તેવામાં હોળીના દિવસે ખૂબ પાણી પીવો, જેથી તમારુ શરીર હાઇડ્રેટેડ રહે. આ ઉપરાતં હોળીના દિવસે વધુ પાણી પીવાથી ત્વચા કોમળ થઇ જાય છે. ત્વચા કોમળ થવાથી ચહેરા પર લાગેલા ડાઘ સરળતાથી નીકળી જાય છે.

હોળીના દિવસે લીંબુ પાણીનું સેવન કરો

હોળીના દિવસે આશરે તમામ ઘરોમાં પકવાન બને છે. આ દિવસે લોકો તેલવાળા ખોરાકનું સેવન કરે છે. તેલવાળા ખોરાકનું વધુ સેવન કરવાના કારણે પેટમાં ગેસ બને છે. પેટમાં ગેસ બનવાના કારણે માથુ ભારે થઇ જાય છે. તેથી હોળીના દિવસે તેલવાળા ખાદ્યપદાર્થોનું સેવન કર્યા બાદ લીંબુ પાણીનું સેવન જરૂર કરો. તેના સેવનથી પેટ સાફ રહે છે.

હર્બલ રંગોથી રમો હોળી

રંગો વિના હોળીનો તહેવાર અધૂરો રહે છે. પરંતુ તમે કેમિકલ રંગોના બદલે હર્બલ રંગોથી હોળી રમી શકો છો. કારણ કે કેમિકલથી બનેલા રંગોથી હોળી રમ્યા બાદ ઘણાં લોકોને માથામાં દુખાવો થવા લાગે છે. આ ઉપરાંત આ રંગ જલ્દી ચહેરા પરથી જતો પણ નથી. તેથી હોળી માટે તમે ઘરમાં જ ફૂલ અને વિભિન્ન શાકભાજીઓની મદદથી સરળતાથી હર્બલ રંગ બનાવી શકો છો. તેનાથી તમારી સ્કીનને કોઇ સાઇડ ઇફેક્ટ પણ નહીં થાય અને તે તરત જ તમારી સ્કીન પરથી દૂર પણ થઇ જશે.

માથુ

હોળીના દિવસે ભાંગી પીવાથી બચો

હોળી પર ભાંગનું સેવન સામાન્ય છે. પરંતુ તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ભાંગના બદલે તમે આમ પન્ના, જલજીરા, લસ્સી, નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. જણાવી દઇએ કે, તેની કોઇ સાઇડ ઇફેક્ટ નથી અને સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી હોય છે.

હોળીના દિવસે મીઠાઇની ક્વોલીટી જરૂર ચેક કરો

કોઇપણ તહેવાર મીઠાઇ વિના અધૂરો રહે છે. તહેવારોના સમયે લોકો મીઠાઇ પર તૂટી પડે છે. તેથી મીઠાઇ ખરીદતા પહેલા સારી રીતે ચેક કરી લો કે મીઠાઇ અસલી માવાની બનેલી છે કે નહીં. માવાની ક્વોલીટી ચેક કરવા માટે તમે તેને ખાઇને ચેક કરી શકો છો. જો માવો મોઢામાં ચોંટે તો સમજી જાઓ કે તે નકલી છે અને જો ન ચોંટે તો સમજી જાઓ કે માવો અસલી છે.

ભાંગનો નશો ઉતારવાના સરળ ઉપાય Quick tips to control Bhang Hangover

  • ખાટા ફળોથી ઉતારો ભાંગનો નશો
  • ખાટી વસ્તુઓથી ઉતારો ભાંગનો નશો
  • નારિયેળ પાણીથી ઉતારો ભાંગનો નશો
  • લીંબૂ પાણીથી ઉતારો ભાંગનો નશો
  • આદુથી ઉતારો ભાંગનો નશો

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો