GSTV
Gujarat Government Advertisement

સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો

Last Updated on February 26, 2021 by

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઇને હંમેશા ચર્ચામાં રહી છે. ક્યારેક પોતાના ઝીરો ફિગર તો ક્યારેક ડાયેટ પ્લાનથી તે કૉલેજ ગોઇંગ ગર્લ્સથી લઇને મિડલ એજ વુમન સુધી, તમામની ફેવરિટ બની રહી છે.

કરીના કપૂર

કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરી 2021એ પોતાના બીજા દિકરાને જન્મ આપ્યો છે. બેબોની ફિટનેસના દીવાના લોકો જાણે છે કે તૈમુરની ડિલીવરી સમયની જેમ કરીના આ વખતે પણ જલ્દી પોતાના હોટ ફિગરમાં પરત આવશે.

કરીના કપૂરનું વેટ લોસ સીક્રેટ

કરીના કપૂર ખાન પોતાના ડાયેટ અને ફિટનેસને લઇને ઘણા સજાગ રહે છે. પોતાના ઈન્ટરવ્યૂમાં તે ઘણીવાર આ વાતોનો ઉલ્લેખ કરી ચુક્યા છે. સેલેબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર પણ કરીનાની ફિટનેસ અને વેટ લોસ જર્નીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. પોતાના પહેલા દિકરા તૈમૂર અલી ખાન પટૌદીના જન્મ બાદ કરીનાએ ઘણી મહેનત કરીને લગભગ 32 કિલો વજન ઘટાડી લીધું હતું..

માત્ર 2 મહીનામાં પોતાના પ્રેગનેન્સી ફેટ ઓછુ કરીને તે ફરીથી ફિટ થઇ ગઇ હતી. કરીના જેવી ગ્લોઇંગ સ્કિન અને ટોન્ડ બોડીની ચાહત બધાને હોય છે. જો તમે પણ પોતાની પ્રેગનેન્સી ફેટ ઘટાડવા ઇચ્છો છો તો જાણો, બેબો એટલે કે કરીના કપૂર ખાનનું સ્પેશિયલ વેટ લોસ પ્લાન વિશે…

વર્કઆઉટ પહેલા ફાયદો કરશે આ ડ્રિન્ક્સ

કરીના કપૂર ખાન વર્કઆઉટ પહેલા અને પછી હળદર અને બીટનું ડ્રિન્ક પીવે છે. આ ઉપરાંત લીંબૂ પાણી પણ તેનું મનપસંદ ડ્રિન્ક્સમાં સામેલ છે. વર્કઆઉટ દરમિયાન કરીના લેમનગ્રાસ વૉટર પીવે છે. લેમનગ્રાસને પાણીમાં ઉકાળ્યા બાદ ઠંડું કર્યા બાદ તેમાં લીંબૂ અને મધ મિક્સ કરીને ડિટોક્સ ડ્રિન્ક તૈયાર કરવામાં આવે છે.

એરિયલ સિલ્ક યોગાથી ફેટ ઓછું થશે

આ તો બધા જાણે છે કે કરીના ફિટનેસ ફ્રીક છે અને યોગાને લઇને પણ ઘણી ગંભીર રહે છે. તૈમૂરના જન્મ બાદ કરીનાની યોગા ટ્રેનર અંશુકા પરવાનીએ બેબો માટે ખાસ વર્કઆઉટ રૂટીન નક્કી કર્યુ હતુ. તેમાં એરિયલ સિલ્ક યોગા સામેલ હતો. એરિયલ સિલ્ક યોગામાં આખુ શરીર જમીન અને હવા વચ્ચે લટકે છે. તેમાં શરીરને સિલ્કના કપડાથી બાંધી દેવામાં આવે છે.

આ યોગમાં રિલેક્સેશનની સાથે બ્રીથિંગ પર ફૉક્સ કરવામાં આવે છે. કાર્ડિયો બાદ યોગ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ફિટ રહેવા માટે રનિંગ, વેટ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, સ્ક્વૉટ્સ અને પુશઅપ પણ કરતી હતી. જો કે કરીનાનું આ ફિટનેસ રૂટીન અજમાવતા પહેલા પોતાના ડૉક્ટર સાથે કંસલ્ટ કરી લો.

ફિટ રહેવા માટે જરૂરી છે વર્કઆઉટ

પ્રેગનેંસી પછી પરત પોતાના જૂના શેપમાં આવવા માટે કરીનાએ પોતાનો ફોક્સ એક્સરસાઇઝ, યોગ અને સંતુલિત આહાર પર કેન્દ્રિત કરી દીધો હતો.. પોતાની જાતને ફિટ રાખવા માટે સીડીઓ ચડવા-ઉતરવાથી લઇને તે પિલાટેસ સુધી કરે છે. આ ઉપરાંત કરીના કપૂર ખાન અઠવાડિયામાં કેટલાય દિવસ યોગ અને મેડિટેશન પણ કરે છે. કરીના અઠવાડિયાના છ દિવસ એક્સરસાઇઝ કરે છે અને સન્ડેએ આરામ કરે છે.

વર્કઆઉટની સાથે જરૂરી છે યોગ્ય ડાયેટ

વર્કઆઉટ પર ફૉક્સ કરવાની સાથે જ પોતાના ડાયેટનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. કરીના પોતાના દિવસની શરૂઆત પલાળેલા બદામ અને કેળા ખાઇને કરે છે. ત્યારબાદ તે જીમ જાય છે. તે પોતાનો લંચ દિવસના 12 વાગ્યે કરવાનું પસંદ કરે છે જેથી ભોજન સારી રીતે પચી શકે છે. તેમના લંચમાં દહીં-ભાત તો ક્યારેક દાળ, શાકભાજી, રોટલી, સલાડ ખાવાનું પસંદ છે. બપોરના 2-3 કલાકે પોતાના મિડ મીલમાં ફળોનું સેવન કરે છે. કરીના ખાવા-પીવાની ખૂબ જ શોખીન છે પરંતુ તેની સાથે જ તે પોતાની હેલ્થ અને ફિટનેસનું પણ પૂરતું ધ્યાન રાખે છે. સામાન્ય રીતે કરીના રાત્રે હળવું જ ડિનર કરે છે.

કરીના કપૂર ખાનનું ડાયેટ પ્લાન અથવા ફિટનેસ રૂટીન અજમાવતા પહેલા પોતાના ડૉક્ટર સાથે સંપર્ક કરવાનું ભૂલશો નહીં. દરેકની બૉડી અને ઈમ્યૂનિટી એક જેવી નથી હોતી. આ સાથે જ પોતાના બૉડી ઇમેજને લઇને વધારે કૉન્શિયસ થવાની જરૂર પણ નથી. તમામની વેટ લૉસ જર્ની અલગ હોય છે. મધરહૂડ પીરિયડમાં બીજાની સરખામણી કરવાની જગ્યાએ તેને એન્જોય કરો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો