GSTV
Gujarat Government Advertisement

ફેસપેક/ સ્કિનને ગ્લોઇંગ અને ફ્રેશ બનાવવા કીવીનો ઉપયોગ કરવાનું ના ભૂલો, વધારે ફાયદો જોઈએ તો આ ટેકનીકથી બનાવો

Last Updated on March 1, 2021 by

કીવી એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ફ્રૂટ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ અમૃત સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્થની સાથે-સાથે સ્કિનને ગ્લોઇંગ અને ફ્રેશ બનાવવા માટે પણ કીવીનો ઉપયોગ કરવામાં આવે છે. કીવીના ફેસપેકને તમે અલગ-અલગ વસ્તુઓની સાથે મિક્સ કરીને બનાવી શકો છો અને આ બદલાતી ઋતુમાં સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી સ્કિન થોડાક સમયની અંદર ગ્લોઇંગ દેખાવા લાગે છે. આ સ્કિનને પોષણ પ્રદાન કરે છે અને કરચલીઓની સમસ્યાઓને પણ ખત્મ કરે છે.

કીવીના ફેસપેકના ફાયદા :-

કીવીમાં વધારે પ્રમાણમાં વિટામિન-સી અને ફાઇટોકેમિકલ્સ હોય છે. કીવીમાં ફેનોલિક્સ અને કેરોટેનૉઇડ હોય છે, જે સ્કિન માટે ખૂબ જ લાભદાયી હોય છે. કીવામાં રહેલા તમામ વિટામિન્સ ત્વચાને હીલ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કીવીમાં કોલેજન પણ હોય છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન હોય છે જે ત્વચાને સ્વસ્થ બનાવી રાખે છે. આ સાથે જ આ ખીલ માટે ખૂબ જ ઉપયોગી છે. કીવામાં રહેલા એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.

કીવીનું ફેસપેક :-

દહીં અને કીવીનું ફેસપેક

કીવી અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી તેની ગુણવત્તા વધારે વધી જાય છે. આ ફેસપેકથી સ્કિન કોમળ અને ચમકદાર બને છે. આ ફેસપેકથી ત્વચાને ઇલાસ્ટિસિટિ પણ મળે છે.

સામગ્રી :-

  • એક કીવીનું પલ્પ
  • 1 ચમચી દહીં

બનાવાની રીત :-

  • એક બાઉલમાં કીવીનું પલ્પ લો અને તેમાં દહીંને સારી રીતે મિક્સ કરી લો.
  • હવે આ મિશ્રણને પોતાની ડોક અને ચહેરા પર સારી રીતે લગાઓ.
  • 15 થી 20 મિનિટ સુધી તેને ચહેરા પર લગાવીને રહેવા દો.
  • થોડીકવાર બાદ હુંફાળા ગરમ પાણીથી ચહેરાને ધોઇ નાંખો.

કીવી અને બદામનો ફેસપેક

કીવીની સાથે બદામનો ઉપયોગ કરવાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થાય છે. બદામમાં રહેલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ ત્વચાને જીવંત બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ આ ફેસ પેક ત્વચાને એક્સફોલિયેટ કરવાનું કામ પણ કરે છે. તેનો ઉપયોગ ટેનિંગ ઓછું કરવા માટે પણ કરી શકાય છે.

સામગ્રી :-

  • 1 કીવી
  • 3 થી 4 બદામ
  • 1 ચમચી બેસન

બનાવાની રીત :-

  • બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો.
  • બીજા દિવસે બદામ, બેસન અને કીવીના પલ્પને મિક્સરમાં નાંખીને પેસ્ટ બનાવી લો.
  • હવે આ ફેસપેકને ચહેરા અને ડોક પર લગાઓ.
  • 15 થી 20 મિનિટ પછી પોતાના ચહેરાને પાણીથી ધોઇ નાંખો.

લીંબુ અને કીવી ફેસપેક

કીવી અને લીંબૂને એક સાથે લગાવવાથી આ ફેસપેકની ગુણવત્તા વધારે વધી જાય છે. લીંબૂમાં વિટામિન-સી હોય છે, જે ત્વચા માટે એન્ટી-ઑક્સેડેન્ટનું કામ કરે છે. લીંબૂ હાનિકારક યૂવી રેઝથી પણ ત્વચાની સુરક્ષા કરે છે.

સામગ્રી :-

  • 1 કીવી
  • 1 ચમચી લીંબૂનો રસ

બનાવવાની રીત :-

  • કીવીનું પલ્પ કાઢીને સારી રીતે મેશ કરી લો.
  • હવે તેમાં લીંબૂનો રસ સારી રીતે મિક્સ કરી લો.
  • પોતાના ચહેરા અને ડોક પર આ મિશ્રણને લગાઓ.
  • 15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઇ નાંખો.

કીવી અને કેળાનું ફેસ માસ્ક

કેળાથી ત્વચા ચિકણી અને કોમળ બની રહે છે. આ કારણથી જો તમે કીવી અને કેળાનો એક સાથે ઉપયોગ કરશો તો ત્વચા વધારે સાફ અને ચમકદાર લાગશે. તેમાં એક્સ-ફોલિયેટ ગુણ પણ હોય છે જે સન બર્નથી બચાવ કરે છે.

સામગ્રી :-

  • 1 કીવી
  • 1 મોટી ચમચી ક્રશ કરેલું કેળુ
  • 1 મોટી ચમચી દહીં

આ રીતે બનાઓ :-

  • એક બાઉલમાં કીવીના પલ્પ અને કેળાને સારી રીતે મિક્સ કરી લો.
  • તેમાં હવે દહીં નાંખો અને સારી રીતે મિક્સ કરતા એક જાડી પેસ્ટ બનાવી લો.
  • તેને પોતાના ચહેરા અને ડોક પર લગાઓ.
  • 20 થી 30 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઇ નાંખો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો