GSTV
Gujarat Government Advertisement

તમારુ આધારકાર્ડ ખોવાઈ ગયુ છે તો ન લો ટેંશન : ઘરબેઠા મળી જશે નવુ આધારકાર્ડ, આ રીતે કરો પ્રોસેસ

Aadhar Card

Last Updated on March 22, 2021 by

આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે એવામાં તેના ના હોવા પર તમને સરકારી અથવા પ્રાઈવેટ કામ પતાવવા માટે પરેશાની થઈ શકે છે. જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ ગયુ હોય તો તમારે બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. તમે મામુલી કીંમત આપીને UIDAIની વેબસાઈટ પરથી બીજીવાર તેની પ્રિન્ટ માંગી શકો છો.

કેટલો ચાર્જ લેવામાં આવશે

આધાર નંબર આપતી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઇ) ને અગાઉ આધારકાર્ડનું ઇ-વર્ઝન ડાઉનલોડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જે તમારે જાતે છાપવાનું હતું. જો કે, નવી સુવિધા અંતર્ગત, છાપેલ આધારકાર્ડ તમારા ઘરે આવશે. આ માટે તમારે 50 રૂપિયા ફી આપવી પડશે. ચાલો જાણીએ તેની રીત.

ખોવાયેલુ આધારકાર્ડ આ રીતે મેળવો

  • UIDAIની ઓફિશિયલ વેબસાઈટ http://www.uidai.gov.in/ પર જાઓ.
  • હવે My Aadhaar સેક્શન અંદર Get Aadhaarનો ઓપ્શન દેખાશે.
  • તેની નીચે આપેલા વિકલ્પમાંથી Retrieve Lost or Forgotten EID/UID વિકલ્પ પસંદ કરો.
  • હવે એક નવુ પેઈઝ ખુલશે. જયાં તમારે કેટલીક વિગતો ભરવાની રહેશે.
  • તમારે આધારકાર્ડ નંબર, નાંમાકંન સંખ્યા, આખુ નામ, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જેવી વિગતો ભરવાની રહેશે.
  • તમે ઈમેઈલ એડ્રેસ પણ ગદાકલ કરી શકો છો.
  • હવે તમારે કેપ્ચા કોડ દાખલ કરો. જે બાદ ‘Send OTP’ અથવા ‘Send TOTP’ વિકલ્પ પસંદ કરો.
  • તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તો TOTP તમારા mAADHAAR એપ પર મોકલવામાં આવે છે.
  • હવે એક પેમેન્ટ ગેટવે પેઈઝ ખુલશે.જયાં તમારે 50 રૂપિયાની કીંમતની ચૂકવણી કરવાની છે.
  • જે બાદ સ્પીડ પોસ્ટ દ્વારા આગામી 15 દિવસમાં કાર્ડની એક હાર્ડ કોપી મોકલાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો