GSTV
Gujarat Government Advertisement

સાવધાન: દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અસલી છે કે નકલી, આ રીતે ચકાસો, તમારી નજરે જ જોઈ શકશો ચોંકાવનારા પરિણામ

Last Updated on February 28, 2021 by

તમે તેટલા હેલ્થ કોન્શસ કેમ ન હોય, પણ જો તમે દરરોજ ભેળસેળ વાળુ ખાવાનું ખાઈ રહ્યા છો તો, આપના હેલ્થ કોન્શસ હોવાનો કોઈ ફાયદો નથી. કારણ કે, ભેળસેળવાળી વસ્તુ ખાવાથી આપના શરીરમાં તે ઝેરનું કામ કરી રહ્યું છે. હકીકતમાં જ્યારે આપણે બજારમાંથી ખાવાનો સામાન ખરીદતા હોય છીએ, ત્યારે તેને જોઈને જરાં પણ એવું ન લાગ, કે આપણા હાથમાં જે સામાન છે તે નકલી છે. જી હા, આ એકદમ સાચી વાત છે. બજારમાં હાલ ભેળસેળવાળા સામાનના ઢગલા થઈ રહ્યા છે. જેને આ એકદમ જલ્દી ઓળખી શકતા નથી. ત્યારે આવા સમયે જો આપ પણ નકલી સામાનથી બચવા માગો છો તો, અહીં કેટલીક ટેકનીક આપી છે. તેનાથી આપના ઘરે રહેલા સામાનની શુદ્ધતા ચકાસી શકશો.

મધ-

મધની શુદ્ધતા ચકાસવા માટે મધના એક ટીપાને અંગૂઠા અને આંગળીની વચ્ચે રાખો અને તેને તાર બનાવવાનો પ્રયત્ન કરો, જો મધનો તાર મોટો થાય છે, અને અંગૂઠા પર ચોટ્યૂ રહે તો તે શુદ્ધ છે. નકલી મધ પાતળુ હોય છે. આ પ્રક્રિયામાં તે આંગળીઓમાં ફેલાઈ જાય છે.

લાલ મરચાનો પાઉડર-

એક ચમચી લાલ મરચાને પાણીથી ભરેલી કટોરીમાં નાખો, જો પાઉડર પાણીમાં તરે તો તે શુદ્ધ છે. પણ જો તે ડૂબી જાય તો સમજી લો કે, તેમાં ભેળસેળ છે.

દૂધ-

પેકેટ દૂધની શુદ્ધતા ચકાસવા માટે કોઈ મજબૂત પદાર્થ જેમ કે, પથ્તરમાં દૂધના એક બે ટીપા નાખો. જો દૂધ વહી જાય અને તે જગ્યા પર સફેદ નિશાન પડી જાય તો, તે દૂધ અસલી છે. જો દૂધ સિંથેટિક છે અને યુરિયા ભેળવેલું છે તો તે ગાઢ પીળા રંગનું થઈ જશે. તેમાં પણ જો તેને સૂંઘતા ડિટેર્જેંટવાળી સુવાસ આવે તો તેમાં ભેળસેળ છે તેમ માની લેવું.

ચોખા-

અસલી ચોખાની સરખામણીએ પ્લાસ્ટિકવાળા ચોખાની ચમક વધારે હોય છે. નકલી ચોખા એક જેવા આકારના હોય છે, જ્યારે અસલી ચોખાનો આકાર અલગ અલગ હોય છે. નકલી ચોખા ઝડપી ચડતા નથી, જ્યારે અસલી ચોખા ઝડપી ચડી જાય છે અને તેની સુગંધ પણ આવે છે.

લીલા શાકભાજી

જ્યારે બજારમાંથી લીલા શાકભાજી જેમ કે, વટાણા, ટામેટા, પાલક, મેથી, સોયા, શિમલા મિર્ચ, ભિંડી ખરીદો છો, તો તેની શુદ્ધતા ઓળખવા માટે તેને થોડીવાર માટે પાણીમાં ડૂબાડીને રાખો. જો આ સમયે તે કલર છોડે તો સમજી જાવ કે, તેમાં ભેળસેળ છે.

ધાણા પાઉડર

અસલી નકલી ધાણા પાઉડરની તપાસ કરવા માટે એક ગ્લાસ પાણીમાં ચપટી ધાણા પાઉડર નાખો. જો પાઉડર પાણીની ઉપર તરતો દેખાય તો, પાઉડર મિલાવટી છે. ત્યારે આવા પાઉડરથી બચવા માટે આખા ધાણા ઘરે લઈ આવો અને તેને મિક્સરમાં ક્રશ કરી પાઉડર બનાવો.

ચા પત્તી


ચા પત્તીને એક સફેદ પેપર પર રાખો અને આ પેપરથી તેને રગડો. જો પેપર પર રંગ લાગી જાય તો, માની લો કે, એકદમ ભેળસેળવાળુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો