Last Updated on March 1, 2021 by
WhatsAppની પ્રાઇવસી પોલીસી આવવાના કારણે યુઝર્સને તેમનો ડેટા લીક થવાનું જોખમ લાગી રહ્યું છે. દુનિયાભરના લોકો WhatsApp ની નવી પ્રાઇવસી પોલીસી સામે ખૂબ ગુસ્સે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોએ હવે WhatsApp છોડવાનું મન બનાવી લીધું છે. હવે લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશંસ જેવી કે Telegram અને Signalનો ઉપયોગ કરી રહ્યા છે.
તે જ સમયે, જે લોકો તેમના WhatsApp એકાઉન્ટને ડીલીટ કરી રહ્યાં છે તેમના મનમાં ઘણા પ્રશ્નો આવી રહ્યાં હશે, જેમ કે આપણે WhatsApp એકાઉન્ટની આખી હિસ્ટ્રી ડીલીટ કરી શકીએ? શું WhatsApp છોડ્યા પછી પણ અમારા ફોટા અને વીડિયો સેવ રહેશે? શું આપણી જૂની ચેટ સર્વર પર સેવ તો નથી? આ બધા સવાલોનો જવાબ એ છે કે તમારે તમારા એકાઉન્ટની હિસ્ટ્રી WhatsApp સર્વર પરથી ડિલીટ કરવી પડશે. ફક્ત WhatsAppને અનઇન્સ્ટોલ કરવાથી તમારો ડેટા સર્વર પરથી દૂર થતો નથી. અમે તમને WhatsAppનો સંપૂર્ણ ડેટા ડીલીટ કરવાની એક સરળ ટ્રિક જણાવી રહ્યા છીએ.
WhatsApp એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું
1 પહેલા તમારે તમારું WhatsApp ઓપન કરવુ પડશે.
2 હવે તમારા WhatsApp પર જમણી બાજુ દેખાતા 3 ડોટ્સ પર ક્લિક કરો.
3 અહીં આપેલ Account ઓપ્શન પર જાઓ અને ક્લિક કરો.
4 હવે આપેલ Delete My Account પર ટેપ કરો.
5 અહીં તમારે નવા પેજ પર તમારો ફોન નંબર નાંખવો પડશે, પછી Delete My Account પર ક્લિક કરો.
6 જો કે, અહીં એકાઉન્ટ ડીલીટ કરતા પહેલા, તમારે આનું કારણ પણ જણાવવાનું છે.
7 હવે ફરી એક વાર Delete My Account પર ક્લિક કરો.
8 આ કર્યા પછી, તમારા બધા WhatsApp મેસેજ સંપૂર્ણપણે ડીલીટ થઇ જશે. આ સિવાય તમે WhatsApp ના બધા ગ્રુપ્સમાંથી પણ દૂર થઇ જશો.
9 આ રીતે એકાઉન્ટને ડીલીટ કરવાની ખાસ બાબત એ છે કે Google Disc પરથી પણ તમારો ડેટા પણ સંપૂર્ણપણે ડીલીટ થઇ જાય છે.
10 હવે તમે WhatsApp ને અનઇન્સ્ટોલ કરી શકો છો, તમારો તમામ ડેટા WhatsAppના સર્વર પરથી ડિલીટ થઈ ગયો હશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31