Last Updated on April 6, 2021 by
મધ્યમ વર્ગના લોકો માટે ગરમીમાં એસીની ખરીદી કરવી ચિંતાનો વિષય બની જાય છે. કારણ કે એસી ચાલું કર્યા પછી એનું લાઈટ બિલ હજારોની સંખ્યામાં આવતું હોય છે. જેમ જેમ ગરમીનો વધારો થતો જાય છે. તેમ તેમ એસીનું વેચાણ પણ વધી રહ્યું છે. પરંતુ બજારમાં જે એસી મળે છે તેની ખરીદી કરતા પહેલા ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો તમારા એસીનું બિલ ઓછું આવશે
સૌથી પહેલા એસીના ટનનું ધ્યાન રાખવું
જ્યારે પણ એસીની ખરીદી કરવા જાવ છો ત્યારે સૌથી પહેલા એસીના ટનની વાત થતી હોય છે. તમે પણ કન્ફ્યુ રહેતા હોવ છો કે તમારા રૂમમાં કેટલા ટનનું એસી લાગશે. તમારા ઘરમાં કયા રૂમમાં એસી લગાવવાનું છે. તમારો રૂમ ક્યાં બન્યો છે. તેના પર નિર્ભર કરે છે કે એસી ક્યાં અને કેટલાં સાઈઝનું લગાવી શકાય જો 140 sp. ફીટ છે. તો એક ટન કૈપેસિટી વાળું એસી તમે લગાવી શકો છો. અને જો 180 કૈપેસિટી વાળ રૂમ હોય તો 1.5 ટન વાળું એસી લાગી શકે છે.
વિન્ડો અથવા સ્પ્લિટ એસી
એસીના ટન ઉપરાંત બીજી એક વાત પર ધ્યાન આપવું જરૂરી બનતું હોય છે. જેમાં વિન્ડો એસી હોય કે પછી સ્પિલટ એસી હોય બંને એસી ઠંઠક તો આપે છે. પરંતુ ફર્ક એટલો હોય છે કે વિન્ડો એસી લુકમાં ખાસ હોતું નથી. જ્યારે સિપ્લટ એસી સારું અને યુઝર્સની ઈચ્છા અનુસાર સારું લાગે છે. જો તમારો રૂમ નાનો છે તો તેમાં વિન્ડો એસી તમારા માટે ફાયદા કારક રહેશે. વિન્ડો એસીથી તમે વીજળીનું બિલ બચાવી શકો છો.
રેટિંગનું ખાસ ધ્યાન રાખવું
જો તમે ઈચ્છો છો કે તમારા એસીનું બિલ ઓછું આવે તેના માટે રેટિંગનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે. જો તમને લાગે તો ત્રણ સ્ટાર સુધીના એસીની ખરીદી તમે કરી શકો છો. જેનાથી તમારા એસીનું બિલ પણ ઓછું આવશે. અન્ય પાંચ સ્ટાર માર્કિંગ વાળું એસી પણ આવે છે. તેસી પણ પર્યાવરણ માટે ખૂબજ ઉપયોગી માનવામાં આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31