GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ શું તમને LPG સબસિડી નથી મળી રહી, કોઇ બીજાના ખાતામાં થઇ રહ્યાં છે પૈસા ટ્રાન્સફર? અહીં કરો ફરિયાદ

lpg

Last Updated on February 25, 2021 by

સરકાર દ્વારા ઘરેલૂ ગેસ કનેક્શન પર આપવામાં આવતી સબસિડી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ અંતર્ગત સીધી તમારા ખાતામાં આવે છે. પાછલા કેટલાંક દિવસોમાં એવા ઘણાં કેસ સામે આવ્યાં છે, જ્યારે જોવા મળ્યું છે કે LPG ઉપભોક્તાઓને મળતી સબસિડી તેમના ખાતામાં નથી આવતી અથવા તો કોઇ અન્યના એકાઉન્ટમાં પહોચી રહી છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો પરેશાન થવાની જરૂર નથી. તમે ઘરેબેઠા મિનિટોમાં તમારી LPG સબસિડી સ્ટેટસ ઑનલાઇન ચેક કરી શકો છો.

LPG

આ રીતે ઑનલાઇન ચેક કરો LPG સબસિડીનું સ્ટેટસ

સૌથી પહેલા Mylpg.in  વેબસાઇટ પર જાઓ. અહીં ત્રણેય પેટ્રોલિયમ કંપનીઓ (એચપી, ભારત અને ઇંડેન)ના લોકો વાળા ટેબ જોવા મળશે. તમે જે કંપનીનો સિલિન્ડર યુઝ કરો છો, તે કંપનીના લોગો પર ક્લિક કરો. તે બાદ નવુ પેજ ખુલશે. તેના પર બાર મેન્યુમાં જાઓ અને તમારો 17 અંકોનો LPG ID રજીસ્ટર કરો. જો LPG ID ન જાણતા હોય તો Click here to know your LPG ID પર ક્લિક કરીને ત્યાં જણાવવામાં આવેલા સ્ટેપ્સને પૂરા કર્યા બાદ તમે તે જાણી શકો છો.

અહીં તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબપ, LPG ઉપભોક્તા આઇડી, રાજ્યનું નામ, વિતરકની જાણકારી રજીસ્ટર કરો. કેપ્ચાકોડ રજીસ્ટર કર્યા બાદ પ્રોસેસ બટન પર ક્લિક કરો. જે નવુ પેજ ખુલશે, તેના પર તમારો LPG ID જોવા મળશે. એક પૉપઅપ પર તમારા ખાતાની વિગતો જોવા મળશે. અહીં જાણવા મળશે કે તમારુ બેન્ક એકાઉન્ટ અને આધાર તમારા એલપીજી ખાતાથી લિંક છે કે નહીં. સાથે જ આ જાણકારી પણ મળશે કે તમે સબસિડીનો વિકલ્પ છોડી દીધો છે કે નહીં.

સબસિડી

પેજની ડાબી તરફ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી/ સબસિડી ટ્રાન્સફર જુઓ પર ક્લિક કરો. અહીં તમે સબસિડીની રકમ જોઇ શકશો. અહીં પાછલા મહિનાઓમાં લેવામાં આવેલા સિલિન્ડર અને તેની અવેજમાં તમારા ખાતામાં જમા થયેલી સબસિડીની રકમ પણ જોવા મળશે. ધ્યાન રહે, એકવાર લૉગિનની પ્રોસેસ પૂરી કર્યા બાદ આગામી વખતે સબસિડી જાણવી સરળ બની જશે.

lpg

ઑનલાઇન કરો ફરિયાદ

જો તમે જુઓ છો કે તમારી ગેસ સબસિડી કોઇ અન્ય એકાઉન્ટમાં જઇ રહી છે, તો તમે ઑનલાઇન જ તેની ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ફરિયાદ પર શું કાર્યવાહી કરવામાં આવી છ, તે પણ ઑનલાઇન જ ચેક કરી શકો છો. આ ઉપરાંત તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કૉલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો