Last Updated on March 25, 2021 by
મોટાભાગના લોકો સસ્તામાં Appleનો iPhone ખરીદવા માગે છે. લોકોની આ જ નબળાઇનો ફાયદો ઉઠાવતાં ઘણા સોશિયલ મીડિયા રાઇટ્સ પર દસ ગણી ઓછી કિંમત પર iPhone વેચવામાં આવી રહ્યાં છે. પરંતુ હવે ટેક કંપની Appleએ આવા નકલી iPhone વેચનારાઓને ચેતવણી આપી છે. સાથે જ જાણી લો નકલી iPhone ઓળખવાની રીત…
Instagram પર ધૂમ વેચાઇ રહ્યાં છે નકલી iPhone
એક રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામમાં નકલી iPhone અને અન્ય એસેસરીઝ વેચવામાં આવી રહી છે. દુનિયાભરમાં નકલી iPhone અને અન્ય પ્રોડક્ટ વેચવાનું કામ ધૂમ થઇ રહ્યું છે.
10 ગણી સસ્તી કિંમતે મળી રહ્યા છે iPhone
સાયબર સિક્યોરિટી રિસર્ચર્સનું કહેવુ છે કે તાજેતરમાં જ તેમની પાસે રહેલા iPhoneનું ચાર્જર અચાનક ફાટ્યુ. આ ઘટના બાદ એક રિસર્ચમાં જાણવા મળ્યું કે સોશિયલ સાઇટ્સ પર આજકાલ છુપાઇને અનકે કંપનીઓ એપ્પલની નકલી પ્રોડક્ટ્સ વેચી રહી છે. તેની કિંમત અસલી પ્રોડક્ટ્સથી દસ ગણી ઓછી હોય છે.
Appleએ જારી કરી ચેતવણી
સોશિયલ મીડિયા પર વેચાઇ રહેલા નકલી iPhone પર Appleએ એક ટીમની રચના કરી છે. કંપનીએ ચેતવણી આપતા કહ્યું કે ટીમ Instagram જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર નકલી iPhone અને એસેસરીઝ વેચનારાઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે. આ ઉપરાંત કંપનીએ લોકોને આવી નકલી કંપનીઓ પાસેથી પ્રોડક્ટ્સ ખરીદવાથી બચવા કહ્યું છે.
અસલી Apple એસેસરીઝ ઓળખવાની રીત
જાણકારોનું કહેવુ છે કે તમારે હંમેશા પોતાની પ્રોડક્ટનો સીરીયલ નંબર એપ્પલની ઑફિશિયલ વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરવો જોઇએ. આ ઉપરાંત IEMI નંબરની મદદથી પણ અસલી પ્રોડક્ટની ઓળખ થઇ શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31