Last Updated on March 30, 2021 by
જો તમે પણ PAN કાર્ડમાં ખોટો એડ્રેસ લાખ્યો છે તો તમે ઘરે બેસી અપડેટ કરી શકો છો. એના માટે કશે જવાની જરૂરત નથી. આ સુવિધા નેશનલ સિક્યોરિટી ડિપોઝીટ લિમિટેડ(NSDL) ઉપલબ્ધ કરાવે છે. 10 સંખ્યા વાળા આલ્ફાન્યૂમેરિક ઓળખ પત્ર(પાન કાર્ડ)ને દેશનો આવકવેરા વિભાગ જારી કરે છે. ત્યાં જ પાનકાર્ડના આવેદન અને એને લગતી પ્રક્રિયા સાથે સંબંધિત કામોની જવબદારી NSDL સંભાળે છે. આવો તમને જણાવીએ કે ઘરે બેઠા કેવી રીતે પાન કાર્ડને અપડેટ કરી શકાય.
NSDLની વેબસાઈટ પર આવેદન
- તમારે સૌથી પહેલા NSDLની વેબસાઈટ (onlineservices.nsdl.com) પર વિઝિટ કરવું પડશે.
- ત્યાર પછી અહીં ‘એપ્લિકેશન ટાઈપ’માં ચેન્જેસ એન કરેકશન ઈન એકઝીસ્ટીંગ પાન ડેટા’ પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારી સામે કેટલાક કોલમ આપવામાં આવ્યા હશે, જેમાં માંગેલી જાણકારી ભરવાની રહેશે.
- એ ભર્યા પછી એક નવું પેજ ઓપન થશે.
- ટોકન નંબર પણ જનરેટ થશે, જે આવેદન સાથે ભરેલ ઈ-એડ્રેસ પર મોકલી આપવામાં આવશે.
- હવે આગળ તેમને ‘સબમિટ સ્કેન્ડ ઈમેજેઝ થ્રુ-સાઈન’ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે પાન કાર્ડ ભરવાનો રહેશે
- પેજ પર તમારે નવું એડ્રેસ ભરવા માટે જગ્યા આપવામાં આવશે, જેમાં કાર્ડ ધારકે સાચું સરનામું જણાવવાનું રહેશે.
આ પ્રક્રિયા પછી અહીં તમારે કહેવું પડશે કે તમે જે સરનામું અપડેટ કરવા માંગો છો તે ઘર છે કે ઓફિસનું છે. NSDL અનુસાર, વ્યક્તિઓ અને HUF એટલે હિન્દુ અવિભાજિત પરિવાર સિવાયના અન્ય તમામ અરજદારો માટે કાર્યાલયના સરનામાંનો ઉલ્લેખ સંચાર માટે એડ્રેસના રૂપમાં કરવો ફરજિયાત છે. જો તમે કોઈ અન્ય સરનામું અપડેટ કરવા માંગો છો, તો પછી ફોર્મ સાથે જોડવા માટે વધારાની શીટમાં વિગતો સાથે ભરવાની રહેશે.
આપવું પડશે પ્રમાણપત્ર
આ ઉપરાંત તમારે નવા સરનામાંનું પ્રમાણપત્ર પણ આપવું પડશે. જો એનએસડીએલ મુજબ, અન્ય કોઈપણ સરનામાંમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવે છે તો અરજદારે તેના પુરાવા આપવાના રહેશે.
આ એડ્રેસ પર મોકલો
સંપૂર્ણ ફોર્મ ભર્યા પછી, પાનકાર્ડ ધારકોને નોંધણીની સ્લીપ મળશે. અંતે તમારે તમારા સરનામાં સાથે તમારા અન્ય દસ્તાવેજો સાથે સમાન કાપલીનું પ્રિન્ટઆઉટ મોકલવું પડશે. સરનામું- આવકવેરા પાન સર્વિસીઝ એકમ, પાંચમો માળ, મંત્રી સ્ટર્લિંગ, પ્લોટ નંબર-341, સર્વે નંબર-997/8, મોડેલ કોલોની, દીપ બંગ્લો ચોક પાસે, પુણે-411016.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31