GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/રેશન કાર્ડ બનાવવા માટે ખુબ જરૂરી છે આ ડોક્યુમેન્ટ્સ, જાણો કોણ અને કેવી રીતે કરી શકાય છે એપ્લાય

રેશન

Last Updated on March 25, 2021 by

રેશન કાર્ડ દ્વારા સરકાર પોતાના રાજ્યમાં રહેતા ગરીબ પરિવારીને રેશન ઉપલબ્ધ કરાવે છે. રેશન કાર્ડનો ઉપયોગ ઘણી જગ્યાએ આઈડી પ્રુફ તરીકે થાય છે. ઉદાહરણ તરીકે LPG કનેક્શન, ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા વગેરેમાં. તેમજ એડ્રેસ પ્રુફ તરીકે પણ માન્ય ગણવામાં આવે છે. પરંતુ અહીં ધ્યાન આપવા વાળી વાત એ છે કે રાશન કાર્ડ દરેક બનાવી શકતા નથી. આ એક નિશ્ચિત વર્ગ માટે હોય છે, જેની કોઈ સીમા અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ હોય છે. જો તમે પણ રેશન કાર્ડ બનાવવા માંગો છો તો આ ખબર તમારા માટે ખુબ કામની છે.

આ લોકો કરી શકે છે એપ્લાય

દેશમાં દરેક નાગરિક જેની પાસે ભારતની નાગરિકતા છે તેઓ રેશન કાર્ડ માટે એપ્લાય કરે છે. 18 વર્ષથી ઓછી ઉમરના બાળકોનું નામ માતા-પિતાના રેશન કાર્ડથી જોડવામાં આવે છે. ત્યાં જ તમારી ઉમર 18 વર્ષ છે તો તમે રેશન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.

રેશન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • મતદાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • એડ્રેસ પ્રુફ
  • પરિવારના મુખિયાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (2 કોપી)
  • વીજળી/પાણી/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ભારત સરકાર દ્વારા જારી કોઈ દસ્તાવેજ હોય તો

કેવી રીતે કરી શકો છો એપ્લાય

  • રેશન કાર્ડ રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવે છે. તેથી, રેશનકાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા દરેક રાજ્યમાં અલગ છે.
  • રેશન કાર્ડ માટે ફક્ત ઓફલાઇન જ અરજી કરી શકાય છે, તો કોઈ જગ્યાએ ઓનલાઇન અરજીની સુવિધા છે.
  • જો તમે ઉત્તર પ્રદેશના છો, તો તમે https://fcs.up.gov.in/FoodPortal.aspxના એક્સેસ પર ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
  • આ પછી, તેમાં બધી જરૂરી માહિતી ભરો અને તમારા વિસ્તારના રેશન વેપારીને અથવા ફૂડ સપ્લાય વિભાગની ઓફિસે આપી દો.
  • અરજીકર્તા ઈચ્છે તો, આ કામ સાથે સંબંધિત અધિકારીનોને સંપર્ક પણ કરી શકાય છે.
  • અરજદાર રેશન કાર્ડ કોમન સર્વિસ સેન્ટરમાં પણ અરજી કરી શકે છે.
  • રેશનકાર્ડ ફોર્મ સબમિટ કર્યા પછી સ્લિપ લેવાનું ભૂલશો નહીં.
  • તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ માટેની અરજી ફી 5 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીની છે.

આવકના આધારે બને છે રેશન કાર્ડ

રાશન

સામાન્ય રીતે ત્રણ પ્રકારથી રેશન કાર્ડ બને છે. ગરીબી રેખા ઉપર રહેતા લોકોને APL, ગરીબી રેખા નીચે જીવતા લોકોને BPL અને સૌથી ગરીબ પરિવારો માટે અન્ત્યોદય. આ કેટેગરી વ્યક્તિની વાર્ષિક આવક પર નક્કી થાય છે. એ ઉપરાંત અલગ-અલગ રેશન કાર્ડ પર સસ્તા ભાવમાં મળતી વસ્તુઓ, એની માત્રા પણ અલગ અલગ હોય છે. ગરીબી રેખા નીચે અથવા અંત્યોદય યોજનામાં રેશન કાર્ડ બનાવવા માટે પોતાના દસ્તાવેજ જમા કરાવી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો