GSTV
Gujarat Government Advertisement

શું તમે નવું રેશન કાર્ડ મેળવવા માંગો છો, તો આજે કરો આ રીતે ઓનલાઇન અરજી

Last Updated on March 22, 2021 by

રેશન કાર્ડ એક દસ્તાવેજની સાથે-સાથે ભારતીય નાગરિકો માટે ઓળખના પ્રમાણના રૂપમાં કાર્ય કરે છે. સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) અનુસાર, આનો ઉપયોગ ‘ઉચિત મૂલ્ય’ અથવા રેશનની દુકાનોમાંથી આવશ્યક વસ્તુઓની ખરીદી માટે કરવામાં આવી શકે છે. રેશન કાર્ડ અનેક શ્રેણીઓમાં આવે છે. જે કોઇ વ્યક્તિની કમાણીની ક્ષમતા અનુસાર, બનાવવામાં આવે છે.

રાશન

પાત્રતા

કોઇ પણ વ્યક્તિ કે જે ભારતનો નાગરિક છે, રેશન કાર્ડ માટે અરજી કરી શકે છે. રેશન કાર્ડ એક પરિવારમાં કુલ સભ્યોના આધાર પર જારી કરવામાં આવે છે.

કેટલાં પ્રકારના હોય છે રેશન કાર્ડ?

ગરીબી રેખાની નીચે (BPL) રેશન કાર્ડ

નોન BPL

BPL રેશન કાર્ડ લીલા/પીળા/લીલા/લાલ કાર્ડ છે કે જેની પર ભોજન, ઇંધણ અને અન્ય સામાનો પર સબસિડી મળે છે. સફેદ રેશન કાર્ડ એવાં લોકો માટે છે કે, જેઓ ગરીબી રેખાથી ઉપર છે.

રેશન કાર્ડ માટે કેવી રીતે અરજી કરી શકાશે?

રેશન કાર્ડ માટે અરજી કરવા માટે અલગ-અલગ વેબસાઇટ અને લિંક છે, જે એવી વ્યક્તિ પર નિર્ભર કરે છે કે, જેઓ રાજ્યમાં રહે છે.

તે રાજ્યની વેબસાઇટ પર જાઓ કે જ્યાં તમે રહો છો અને રેશન કાર્ડ માટે અરજી કરે છે.

તે પોર્ટલ પર લોગ ઇન કરો, જેની પર તમારે અરજી કરવાની છે.

એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો.

તમારી તમામ વ્યક્તિગત માહિતી ભરો.

માહિતી ભર્યા બાદ હવે તમામ દસ્તાવેજોને અપલોડ કરો અને “ઓનલાઇન અરજી કરો” બટન પર ક્લિક કરો.

રેશન કાર્ડ માટે કયા-કયા ડોક્યુમેન્ટ્સ છે જરૂરી?

ડ્રાઇવિંગ લાયસન્સ
આધાર કાર્ડ
કર્મચારી ઓળખ પત્ર
વોટર આઇડી
પાસપોર્ટ
કોઇ પણ સરકાર દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો