GSTV
Gujarat Government Advertisement

કામનું / PF અકાઉન્ટમાં UAN નંબર આવી રીતે કરો એક્ટિવેટ, EPFOએ જણાવી સાચી પ્રોસેસ

Last Updated on March 7, 2021 by

જો તમે નોકરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. કારણ કે, હાલના સમયમાં UAN નંબર ખૂબ જ જરૂરી થઈ ગયો છે. EPFના પૈસા ચેક કરવા માટે દરેક સબ્સ્ક્રાઈબરનો યૂનિવર્સલ અકાઉન્ટ નંબર UAN આપવામાં આવે છે. આ UAN દ્વારા પોતાનું બેલેંસ, PF અકાઉન્ટ ને ઓપરેટ કરવુ હોય અથવા કોઈ અન્ય સૂવિધાનો લાભ ઉઠાવી શકો છો. આ નંબર સમગ્ર સેવાકાળ દરમ્યાનમાં એક જ વાર મળે છે. UAN 12 આંકડોના હોય છે. જેને EPFO જાહેર કરે છે. તમે ગમે તેટલી નોકરી બદલો. જેવુ કોઈ નવુ સભ્ય જોડાય છે EPFO તે નવા સભ્યને નવો EPFO નંબર જારી કરી દે છે.

PF ખાતાધારક એવા છે જેને UAN નંબૂર નથી મળ્યો અથવા તો જેને મળ્યો છે તેણે એક્ટિવેટ નથી કર્યો. તમને જણાવી દઈએ કે, નોકરી કરતા લોકો માટે UAN નંબર ખાસ હોય છે. તેના દ્વારા પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટની વિગત જાણી શકાય છે. જો તમારે તમારો UAN ન જાણી શકો તો EPFOની વેબસાઈટ પરથી જાણી શકો છો.

જાણો EPFO પોર્ટલ પર કેવી રીતે કરશો UAN નંબર એક્ટિવેટ

  • સૌથી પહેલા તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ https://epfindia.gov.in/site_en/ પર જવુ પડશે.
  • હવે તમારે our services પર ક્લિક કરવુ પડશે.
  • જે બાદ For Employeesમાં ક્લિક કરો.
  • ત્યારબાદ Member UAN/online services પર ક્લિક કરવું પડશે.
  • હવે તમારા UAN પોર્ટલ પર જવુ પડશે. તમારે મોબાઈલ નંબર અને PF મેમ્બર ID દાખલ કરવો પડશે.
  • હવે તમારે Get authorization PIN પર ક્લિક કરવુ પડશે.
  • ત્યારબાદ PIN નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. હગવે OTP દાખલ કરો.
    ત્યારબાદ Validate OTP પર ક્લિક કરો. જે બાદ તમારો UAN નંબર એક્ટિવેટ થઈ જશે.

આવી રીતે મેળવો જાણકારી

કર્મચારી પોતાના PF ખાતાની જાણકારી માટે EPFOના કેટલીક સેવાઓ શરૂ કરી છે. યૂઝર પોતાના PF ખાતાની જાણકારી ફોનથી પણ મેળવી શકે છે. જે માટે તમારે 011 229 01 406 નંબર પર માત્ર મિસ્ડ કોલ કરવો પડશે. પરંતુ આ મ્સિડ કોલ ફકત રજીસ્ટર્જ નંબર પરથી જ કરવાનો રહેશે. SMS સર્વિસ માટે UAN પોર્ટલમાં એક્ટિવ સભ્ય પોતાના રજીસ્ટર્ડ નંબરથી 7738299899 આ નંબર પર ‘EPFOHO UAN ‘લખીને મોકલવો પજશે. આ સૂવિધા 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો