Last Updated on March 11, 2021 by
પેટ્રોલ- ડીઝલનો ભાવ વધારો લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, જો કે તેની પાછળ સરકારનાં વિવિધ કરવેરાઓ અને રાજ્ય સરકારનો ટેક્સનો ફાળો મોટો છે. દેશમાં પેટ્રોલ પર 60 અને ડીઝલ પર 56 ટકા ટેક્સ લાગે છે. હવે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી માં લાવવાની વાત કરી રહી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પણ આ અંગેનાં સંકેત આપી ચુક્યા છે. આ મામલે દિલ્હી અને મહારાષ્ટ્રે જીએસટી મામલે તૈયારી બતાવી છે.
જીએસટીના દાયરામાં આવી શકે છે પેટ્રોલિયમ ઉત્પાદન
પેટ્રોલ-ડીઝલને જીએસટીની મર્યાદામાં લાવવામાં આવે છે તો લોકોને 75 રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું પેટ્રોલ મળી શકે છે, જો કે જીએસટીની મર્યાદામાં લાવવાથી કેન્દ્ર અને રાજ્યોની આવક પર એક લાખ કરોડનો બોજો પડશે. જે દેશની જીડીપીનું 0.4 ટકા થાય છે. નિષ્ણાતોએ ક્રુડ ઓઇલની કિંમત 60 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનું મુલ્ય 73 રૂપિયા પ્રતિ ડોલરનાં આધારે આ અનુમાન લગાવ્યું છે.
જો કે રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલને જીએસટીની મર્યાદામાં લાવવા તૈયાર નથી. 1 જુલાઇ 2017 નાં દિવસે જીએસટી અમલી બનાવાયો હતો, તે સમયે રાજ્યોની ઉચ્ચ નિર્ભરતાનાં કારણે પેટ્રોલ અને ડીઝલને બહાર રાખવામાં આવ્યા હતાં અને જો તેને જીએસટીમાં લાવવામાં આવે છે તો તેની કિંમત દેશભરમાં સમાન રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31