Last Updated on March 3, 2021 by
મોટા ભાગે શહેરી વિસ્તારોમાં ઘરોમાં પાણીનો સ્ટોર કરવા અને પીવા માટે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલુ જ નહીં, હવે તો આ કોમન બાબત થઈ ગઈ છે. ક્યાંય પણ કોલ્ડ ડ્રિંક અથવા તો પાણી પીધા પછી તેની ખાલી બોટલ ઘરે લઈ જઈને તેને પીવા અથવા સ્ટોર કરવાના ઉપયોગમાં લેતા હોય છે.
પણ આપને એ વાતનો ખ્યાલ નહીં હોય કે, તમારી આ આદત ન ફક્ત પર્યાવરણને નુકસાન કરે છે, આ તમારી તબિયતને સીધી રીતે પ્રભાવિત કરે છે. આ બોટલ કેટલાય કેમિકલ પ્રોસેસ બાદ બને છે. જેને રિસાઈકલ કરવાની એક ટેકનિક હોય છે. આ તાપમાન સેંસેટિવ પણ હોય છે. જેના કારણે તેમાંથી પાણી પીવા અથવા સ્ટોર કરવા માટે ઉપયોગ કરવામાં આવે તો, તે આપના સ્વાસ્થ્યને કેટલીય રીતે નુકસાન કરી શકે છે.
ખતરનાક કેમિકલના પ્રભાવમાં આવે છે પાણી
જો કે, કેટલીય કંપનીઓ એવો દાવો કરતી હોય છે કે, તે બીપીએ ફ્રી પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. તેમ છતાં દરેક પ્રકારની પ્લાસ્ટિક બોટલ બનાવવામાં કેટલાય કેમિકલનો ઉપયોગ તો થાય છે. જે માનવ શરીર માટે ખૂબ હાનિકારક છે. જ્યારે આ બોટલ પાણી અને હીટના સંપર્કમાં આવે છે અથવા તો કેટલાય દિવસ સુધી પાણી તેમાં સ્ટોર કરી રાખવામાં આવે છે, તેનાથી કેમિકલ પણ પાણીમાં ભળી જતુ હોય છે. જે આપણા શરીરની અંદર અંત: સ્ત્રોવ ગ્રંથિઓને પ્રભાવિત કરે છે. જેનો પ્રભાવ હોર્મોન પર પડે છે.
74 ટકા બોટલ હોય છે ટોક્સિક
એનવાયરમેંટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં એવુ તારણ સામે આવ્યુ છે કે, દરરોજ 8 પ્રકારના પ્લાસ્ટિકનું પ્રોડક્શન થાય છે. જેમાં તમામ દાવા છતાં 74 ટકા પ્રોડક્ટમાં ટોક્સિક હોય છે. જો કે, લોકોમાં જાગૃતિના અભાવના કારણે તેનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે.
પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક
પ્લાસ્ટિકને નષ્ટ કરવા માટે એક ખાસ પ્રોસેસ હોય છે. જો આ બોટલોનો ઉપયોગ કર્યા બાદ તેને ગમે ત્યાં ફેંકી દીધી તો, તેનું રિસાઈકલીંગ યોગ્ય રીતે થતું નથી. ત્યારે આવા સમયે પ્લાસ્ટિકની બોટલો ધરતી પર પ્લાસ્ટિક કચરો ફેલાવે છે. જે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક બને છે. એટલા માટે પ્લાસ્ટિકની બોટલો વાપરવા કરતા ધાતૂની બનેલી બોટલોનો ઉપયોગ કરો.
ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો જોખમ
પ્લાસ્ટિકની બોટલમાં જો લાંબા સમય સુધી પાણી સ્ટોર કરી રાખવામાં આવે, તો તેમાં રાખેલુ પાણી ટોક્સિક થઈ જાય છે. જેનો ઉપયોગ ગર્ભવતી મહિલા અથવા બાળકો કરશે તો તેમની તબિયતને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31