Last Updated on February 28, 2021 by
કોરોના વાયરસની રસી 1 માર્ચ એટલે કે આવતીકાલથી સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે. આ રસીકરણનો બીજો તબક્કો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથી પીડાતા લોકોને રસી આપવામાં આવશે. રસી માટે, તમારે પ્રથમ રજીસ્ટર કરવું પડશે અને તે પછી તારીખ આપવામાં આવશે, જે દિવસે તમે રસી લઈ શકો છો. તેમજ હવે ખાનગી હોસ્પિટલોમાં પૈસા આપીને રસી લગાવડાવી શકાય છે, જેના માટે સરકારે નિયત દર નક્કી કર્યો છે.
સરકારે તેના ઑફિશિયલ ટ્વિટર અથવા અન્ય માધ્યમો દ્વારા લોકોને રસી વિશેની માહિતી આપી છે, પરંતુ લોકોના મનમાં હજી પણ ઘણા પ્રશ્નો છે. તેવામાં, રસી વિશે લોકોના મનમાં સવાલ એ પણ છે કે વૃદ્ધો કે જે ઘરની બહાર જઇ શકતા નથી અથવા આરોગ્ય કેન્દ્રમાં જઇ શકતા નથી તેમને કેવી રીતે રસી આપવામાં આવશે. અથવા આરોગ્ય સેતુ એપ પરથી પણ રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે… આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ આ પ્રશ્નોથી સંબંધિત જવાબો…
વૃદ્ધો માટે શું વ્યવસ્થા હશે?
આકાશવાણી સમાચાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે જે લોકો રસીકરણ કેન્દ્ર પર પહોંચી શકતા નથી તેમની માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું, ‘આવા વૃદ્ધ લોકોને સ્થાનિક સ્વયંસેવકો અથવા ગામના લોકોની મદદથી રસી આપવામાં આવશે. આવા વૃદ્ધ લોકોને વેક્સિન સેન્ટર લઈ જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આરોગ્ય સેતુ એપ પરથી થઈ શકે રજીસ્ટ્રેશન?
ડો.ગુલેરિયાએ કહ્યું, ‘હાલ તેના કામ ચાલી રહ્યું છે કે રજિસ્ટ્રેશન સુવિધા કોવિન અને આરોગ્ય સેતુ બંને એપ પર ઉપલબ્ધ થાય. જો આવું થાય છે તો તેની જાણ આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવશે. જો તમે રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી, તો પછી તમે વેક્સીનેશન સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
કેવી રીતે રજીસ્ટર કરવું
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે આવા લોકો કોવિન એપ દ્વારા પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વળી, તેમણે કહ્યું હતું કે, જે લોકો પાસે સ્માર્ટફોન નથી અને રસીકરણ કેટેગરીમાં આવે છે, તેઓ આઈડી કાર્ડ અને ફોટો સાથે લઇ જઇને સેન્ટર પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
કેવી રીતે જાણ થશે?
ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર, ‘સૂચિમાં તમારું નામ છે કે નહીં, તે તમે કોવિન એપ્લિકેશન દ્વારા પણ જાણી શકો છો’. જણાવી દઈએ કે રસી આપ્યાની સૂચના મોબાઇલ પર એસએમએસ દ્વારા લોકોને આપવામાં આવશે. કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરાવતા કેન્દ્ર દ્વારા તારીખ આપવામાં આવશે અને તેમનો નંબર આવતાની સાથે જ તેઓને રસી આપવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તે દિવસે નંબર ન આવે, તો તેઓને આગામી તારીખ આપવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31