GSTV
Gujarat Government Advertisement

Health Tips/ત્રણ પ્રકારના હોય છે કોલેસ્ટ્રોલ, ઓછું કરવા અપનાવો આ 6 ઉપાય, નહીંતર વધી શકે છે મુશ્કેલી

કોલેસ્ટ્રોલ

Last Updated on March 23, 2021 by

ખરાબ લાઈફ સ્ટાઇલ અને બદલાતા ખાન-પાનના કારણે આ દિવસોમાં લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા વધુ જોવા રહી છે. કોલેસ્ટ્રોલ વધવાના કારણે ઘણી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. જો કે શરીરને સુચારુ રીતે ચલાવવા માટે કોલકેસ્ટ્રોલ યોગ્ય માત્રામાં હોવું જરૂરી છે પરંતુ આ સામાન્યની તુલનામાં ઓછું કે વધારે થઇ જાય તો શરીરમાં ઘણા પ્રકરની સમસ્યા થવા લાગે છે. એવામાં આ ખુબ જરૂરી છે કે આપણે પોતાને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ભોજન કરીએ અને એક્ટિવ લાઈફ પસાર કરીએ. એક રિપોર્ટ મુજબ શરીરમાં ત્રણ પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જે આપણા શરીરના તમામ અંગોને પ્રભવિત કરે છે.

કોલેસ્ટ્રોલના પ્રકાર

LDL કોલેસ્ટ્રોલ

લો ડેન્સિટી લિપોપ્રોટીન(LDL)ને ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. લો ડેનસિટી લિપોપ્રોટિનન્સ ધીરે-ધીરે હ્ર્દય અને લોહીનો પ્રવાહ કરતી ધામનીની અંદર દીવાલ પર જમા થાય છે જેનાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનો ખતરો રહે છે.

HDL કોલેસ્ટ્રોલ

હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન સારા કોલેસ્ટ્રોલના નામથી ઓળોખવામાં આવે છે. એનાથી હેલ્ધી હાર્ટની ઓળખ થાય છે.

VLDL કોલેસ્ટ્રોલ

વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન LDL કોલેસ્ટ્રોલથી પણ ખતરનાક હોય છે. એનાથી હાર્ટની બીમારીઓની આશંકા વધી જાય છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે લાઈફ સ્ટાઇલમાં કરો આ 6 ફેરફાર

સેચુરેટેડ ફેટથી દૂર રહો

લાલ માંસ અને સંપૂર્ણ ચરબીયુક્ત ડેરી ઉત્પાદનોમાં સેચુરેટેડ ફેટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને વધારે છે. ધીરે ધીરે આ હાર્ટ અને મગર સુધી જવા વાળી રક્ત ધમનીની અંદર દિવાલોમાં જમા થાય છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ બની જાય છે.

ઓમેગા 3 ફેટી એસિડ્સ

જો તમે તમારા ખોરાકમાં ઓમેગા 3 ફેટી એસિડ્સનો સમાવેશ કરો છો, તો તે ખરાબ કોલેસ્ટ્રોલને વધવા દેતું નથી. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે બ્લડ પ્રેશરને સામાન્ય પણ બનાવે છે. આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં સેલ્મન ફિશ, અખરોટ અને ફ્લેક્સસીડ જેવા ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક શામેલ કરી શકો છો.

ફાઇબર યુક્ત ફૂડ

તમારા આહારમાં ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. તે લોહીના પ્રવાહમાં ખરાબ કોલેસ્ટ્રોલના ઓબ્સર્વેશનને ઘટાડવા માટે વપરાય છે. આ માટે, તમે ખોરાકમાં રાજમા, ઓટમીલ, સેવ વગેરે શામેલ કરો.

એક્સરસાઇઝ કરો

જ્યારે તમે દરરોજ કસરત કરો છો ત્યારે તમારા શરીરમાં સારું કોલેસ્ટ્રોલ વધે છે, જે તમારું હૃદય સ્વસ્થ રાખે છે. આવી સ્થિતિમાં, દરરોજ વોક પર જાઓ, યોગ-એરોબિક્સ, રમતગમત, સ્વિમિંગ, વગેરે કરો, નિશ્ચિત રૂપે તેને તમારા દૈનિક કાર્યમાં શામેલ કરો.

ધૂમ્રપાનથી દૂર રહો

Healthy food

જો તમે ધૂમ્રપાન કરો છો, તો તે તમારા હૃદય અને લોહીના પ્રવાહને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. તેનાથી બેડ કોલેસ્ટરોલ વધે છે. પરંતુ જલદી તમે ધૂમ્રપાન છોડતાની સાથે જ તમારું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ ફરીથી રિકવર થવા લાગે છે. તેથી ધૂમ્રપાનથી દુરી બનાવી રાખો.

વજન ઓછું કરો

શક્ય હોય ત્યાં સુધી ચરબી વધારનારા ખોરાકથી દૂર રહો. તમારું વધતું વજન તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. આ માટે, તમારા આહારમાં તંદુરસ્ત ચીજોનો સમાવેશ કરો અને સક્રિય જીવન જીવો.

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. આને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો