Last Updated on March 27, 2021 by
જાન્યુઆરીથી માર્ચ દરમયાન દેશના સાત શહેરોમાં મકાનના વેચાણમાં વધારો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ 2020ની તુલનામાં જાન્યુઆરી-માર્ચ 2021ના રોજ દેશના સાત શહેરોમાં મકાનોના વેચાણમાં આશરે 29 ટકા જેટલો વધારો થઈ શકે છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જાન્યુઆરી અને માર્ચ 2021ની વચ્ચે દેશના પ્રમુખ સાત શહેરોમાં મકાનોના વેચાણમાં ખાસો વધારો જોવા મળી શકે છે. આ દરમયાન અહીંયા રેશીડેન્શીયલ પ્રોપર્ટીનું વેચાણ 29 ટકા વધી શકે છે.
મકાનોના વેચાણમાં 29 ટકાનો થયો વધારો
આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે માત્ર આ દરમયાન સાત શહેરોમાં 58290 મકાન વેચાયા છે. જ્યારે નાણાકીય વર્ષ 2020ના પહેલા ત્રિ-માસિક 45200 યુનિટોનું વેચાણ થયું હતું. તેમાંથી માત્ર 53 ટકા ભાગીદારી મુંબઈ મેટ્રોપોલીટન રીઝન અને પુણેની છે. એટલે કે કુલ મકાનના વેચાણનો મોટી ભાગીદારીમાં આ રાજ્યમાંથી આવી છે. આશા છે કે, કોરોના સંક્રમણ કાબુમાં આવતા અને ટીકાકરણનું કામ જોર પકડતાની સાથે જ મકાનોના વેચાણમાં તેજી આવશે.
મકાનોના વેચાણ વધવાનું આ રહ્યું કારણ
તાજેતરમાં કેટલીક રાજ્ય સરકારો, ડેવલપરો અને બેંકો સાથે મળીને થઈ રહેલી કોશીષોના કારણે મકાનોના વેચાણમાં વધારો નોંધાયો છે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં માગમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટી ઘટી છે. તેનાથી મકાન સસ્તા થયા છે. તો લગભગ તમામ બેંકોએ હોમલોન ઉપર વ્યાજના દરો ઘટાડી દીધા છે. મોટાભાગની બેંકોના હોમલોનના દર 6થી 7 ટકાની વચ્ચે છે. તે સિવાય ડેવલપર તરફથી આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટમાં મકાનોના વેચાણ ઉપર અસર પડી છે. સરકાર તરફથી પહેલું મકાન ખીદવા ઉપર છુટ આપી રહી છે. તેનો ફાયદો પણ રીયલ એસ્ટેટ સેક્ટરને થયો છે. તેના કારણે પણ મકાનોના વેચાણમાં વધારો થયો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31