GSTV
Gujarat Government Advertisement

અહો આશ્ચર્યમ / ઘોડીનું દુધ ઘણી બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ, એક લીટરની કિંમત છે 676 રૂપિયા

Last Updated on March 15, 2021 by

સામાન્ય રીતે ગાયના દુધને સૌથી સારૂં અને પોષક તત્વોથી ભરપુર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ બ્રિટનમાં એક નવા દુધની માગમાં વધારો થઈ રહ્યો છે. અહીંયા ઘોડીનું દુધ લોકોમાં ખાસ લોકપ્રિય થઈ રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, ઘોડીના દુધમાં ઘણા વિટામીન છે જેના કારણે ઘણી બિમારીઓ દુર રહે છે.

ધ સનના રિપોર્ટ પ્રમાણે યુકેમાં ફ્રેંક શેલાર્ડ નામનો એક જ માણસ છે કે તે ઘોડીનું દુધ વેચવાનું કામ કરે છે. ફ્રેંકે દાવો કર્યો છે કે, તેની ઘોડીનું દુધ વિટામીનથી ભરપુર છે. જે નાસ્તા, ચાર અને કોફિ માટે સૌથી સારૂ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. ફ્રેંક લોકોની આ માનસિકતાને બદલવા માગે છે કે ઘોડીનું દુધ સારૂ નથી હોતું.

ફ્રેંકે બ્રિટિશ અખબાર ધ સનને જણાવ્યું હતું કે, લોકો ગાયના દુધને ખુશી ખુશી પીવે છે. કારણ કે તેનું માર્કેટિંગ સારી રીતે કરવામાં આવ્યું છે. જ્યારે લોકો બકરીનું દુધ, સોયા, ઓટ્સ અને બદામનું દુધ પણ પીવા લાગ્યાં છે. લોકો હંમેશા સ્વાસ્થ્યકારક ચીજવસ્તુઓનો વિકલ્પ શોધે છે.

62 વર્ષના ફ્રેંકે અને તેનો પરિવાર છેલ્લા બે દાયકાથી ઘોડીનું દુધ કાઢીને તેના ઉપર શોધ કરી રહ્યાં છે. ફ્રેંકના પરિવાર સમગ્ર યુકેમાં દુધ વેચવાનો સારો બિઝનેશ છે. ફ્રેંક ઘણી પ્રજાતિના ઘોડાની દેખરેખ પણ કરે છે. ફ્રેંકે પાછલા વર્ષે જ કોમ્બે પ્રજાતિની ઘોડીનું દુધ પોતાની એક બ્રાંડ જાહેર કરી હતી. ફ્રેંકે કહ્યું હતું કે, હું ઘોડીની એક દુર્લભ પ્રજાતિનો ઉપયોગ કરવા માગે છે જે ખેતી અને પર્યાવરણને સારૂ બનાવે. ઘણી શોધ બાદ મેં ઓર્ગોનિક ફાર્મ બનાવ્યું છે જ્યાં ઘોડીનું દુધ કાઢવામાં આવે છે.

બ્રિટનમાં 250 એમએલની આ દુધની બોટલ 6.50 પાઉન્ડ એટલે કે 656 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે. આ દુધમાં ફેટ ઘણુ ઓછું 0.7 ટકા અને વિટામીન સી અને આયરનથી ભરપૂર માત્રામાં છે. તેમાં મળનારૂ લૈક્ટોજ અને પ્રોટીન કેસીન, બ્રેસ્ટ મિલ્ક જેટલું જ પૌષ્ટિક હોય છે.

સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે. ઘોડીનું દુધ એક્ઝિમાની બિમારી દુર કરે છે અને ઈમ્યુન સિસ્ટમને વધારે છે. કજાકિસ્તાનના નજયબાયેવ યુનિ.ના શોધકર્તાઓનું કહેવું છે કે, ઘોડીનું દુધ કેંસરના જોખમને ઓછું કરે છે. શોધકર્તાઓનું કહેવું છે કે, તેમાં લઈસોજાઈમ અને લૈક્ટોફેરિન હોય છે. જેમાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાના ગુણ હોય છે. જે આંતરડામાં સારા બેક્ટેરિયા બનાવે છે.

ઘોડીના દુધને 63 ડિગ્રી સેલ્સિયસ ઉપર 30 મિનિટ સુધી ગરમ કર્યા બાદ પેશ્ચ્યુરાઈઝ્ડ કરવામાં આવે છે અને પછી 22 ડિગ્રી સેલ્સિયસ ઉપર જમાવીને ગ્રાહકોને મોકલવામાં આવે છે. ફ્રેંકે જણાવ્યું હતું કે, દુનિયા ઘણી ઝડપથી બદલી રહી છે અને આપણે મધર નેચર અને ઈકોલોજીની સાથે કામ કરવાની જરૂરત છે. ઘોડીના દુધનો વ્યવસાય ઓર્ગોનિક છે અને તે ઘણું આગળ જશે.

ફ્રેંકે કહ્યું કે, અમે ઘોડીના દુધથી એક વિશેષ ઓર્ગેનિક હેંડ અને બોડી લોશન બનાવવા ઉપર પણ વિચાર કરી રહ્યાં છે. આ વર્ષના જુલાઈ સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે.

ફ્રેંક એક દિવસમાં એક લીટર ઘોડીનું દુધ પીવે છે. તેનું કહેવું છે કે, તેની પાચનક્રિયામાં સુધારો આવ્યો છે. એટલું જ નહીં તેને પીવાથી તેમની પુત્રી અને પૌત્રીની એક્ઝિમાની બિમારી દુર થઈ છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો