GSTV
Gujarat Government Advertisement

પેટ્રોલની ચિંતા છોડો! ઘરે લઇ આવો આ ધાંસૂ સ્કૂટર, 1 રૂપિયામાં દોડશે 5 કિમી, લાયસન્સની પણ નહીં પડે જરૂર

સ્કૂટર

Last Updated on March 25, 2021 by

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. લોકોએ ઇલેક્ટ્રિક બાઇક અને ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારવાનું શરૂ કર્યું છે. તાજેતરના મહિનાઓમાં, પેટ્રોલ અથવા ડીઝલથી ચાલતા વાહનોના વિકલ્પ તરીકે ઘણી નવી ટેક્નોલોજીઓની શોધ થઈ છે. આ જ કડીમાં, દિલ્હી આઈઆઈટીએ એક સ્કૂટર તૈયાર કર્યું છે.

આ ઇ-સ્કૂટરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે તમારા ખિસ્સાને પોષાય તેવુ છે. તે 1 રૂપિયાના ખર્ચે 5 કિ.મી.નું અંતર કાપે છે. ઇ-વાહનો પરની છૂટ પણ આને લાગુ પડશે. આઈઆઈટી દિલ્હીના જણાવ્યા અનુસાર આ સ્કૂટર ડેટા મોનિટરિંગ સિસ્ટમ, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને પેડસ અસિસ્ટ યૂનિટ જેવી ટેક્નોલોજીથી સજ્જ છે. તેમાંનો આઇઓટી ડેટા એનાલિટિક્સના માધ્યમથી હંમેશા ગ્રાહકોને તેમના સ્કૂટર વિશે માહિતગાર રાખે છે. આવી બધી સુવિધાઓને કારણે, આ હોપ સ્કૂટર ભવિષ્યના સ્માર્ટ અને કનેક્ટેડ સ્કૂટર્સની શ્રેણીમાં આવે છે.

સ્કૂટર

લાઇસન્સની નહીં પડે જરૂર,  25 KM / H ની સ્પીડ

આ સ્કૂટર 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આ માટે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશનની પણ જરૂર નથી. હોપ એક પોર્ટેબલ લિથિયમ-આયન બેટરી અને પોર્ટેબલ ચાર્જર સાથે આવે છે, જેનો ઉપયોગ ઘરેલુ સામાન્ય પાવર અને સામાન્ય પ્લગ સાથે થઈ શકે છે. તેની બેટરી 4 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઇ જાય છે.

50 કિ.મી. અને 75 કિ.મી.ની ક્ષમતાની રેન્જમાં ઉપલબ્ધ છે

લોકો પાસે તેમની દૈનિક જરૂરિયાતો અનુસાર બે અલગ અલગ રેન્જ પસંદ કરવાનો વિકલ્પ છે. પ્રથમ- 5૦ કિ.મી.ની બેટરી ક્ષમતા સાથે અને બીજો-  75 કિ.મી.ની બેટરી ક્ષમતા સાથે. એક રિપોર્ટ મુજબ, ગેલિઓઝ મોબિલીટી એવી કેટલીક કંપનીઓમાંથી એક છે કે જેમના સ્કૂટર્સમાં પેડલ અસિસ્ટ સિસ્ટમ જેવી વિશેષ સુવિધાઓ છે.

પેટ્રોલ

ગ્રાહકો તેમની સુવિધા મુજબ પેડલ અથવા થ્રોટલ પસંદ કરી શકે છે. અનુકૂળ પાર્કિંગ માટે, તે વિશિષ્ટ રિવર્સ મોડ ટેક્નોલોજીથી સજ્જ છે, જેની મદદથી તેને ઓછી જગ્યાવાળી જગ્યાએ પાર્ક કરી શકાય છે અને પાછળની બાજુએથી પણ બહાર કાઢી શકાય છે.

ભીડ અને ટ્રાફિકમાં પણ ઝડપથી પસાર થશે

આ સ્કૂટરમાં મજબુત અને ઓછા વજનની ફ્રેમ છે. સ્કૂટરની ડિઝાઇન એવી છે કે ભારે ટ્રાફિકમાં પણ તેને સરળતાથી બહાર કાઢી શકાય છે. આ તમને જામમાં ફસાઈ જતા બચાવે છે. જણાવી દઇએ કે ભારતમાં ઇ-સ્કૂટર્સના બજારમાં ઘણી મોટી કંપનીઓ પહેલેથી હાજર છે. તે જ સમયે, સરકારે ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પણ ઘડી છે.

પેટ્રોલ

કંપની મુખ્ય માર્ગો પર ચાર્જિંગ સ્ટેશન બનાવશે

કંપની મોટા રસ્તાઓ પર સ્કૂટરના ચાર્જિંગ અને મેંટેનેંસ માટે હબ સ્થાપિત કરશે. ઇમરજન્સીની સ્થિતિમાં, કંપની દ્વારા રસ્તાઓ પર સહાય, બેટરી બદલવાની સુવિધા વગેરે જેવી જરૂરી ચીજો પ્રદાન કરવામાં આવશે. ગેલિઓસ મોબિલીટીના સ્થાપક અને સીઈઓ આદિત્ય તિવારી કહે છે કે આપણે વધતા પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં, ઉદ્યોગમાં ખાસ કરીને ઓટોમોબાઇલ્સના ક્ષેત્રમાં સતત પ્રયત્નો જરૂરી છે. પરિવહન માટે ઇકોસિસ્ટમ બનાવવા માટે અમે 3 વર્ષ પહેલા ગેલિઓઝ મોબિલિટીની શરૂઆત કરી હતી. આ પ્રયત્નમાં આ અમારું મુખ્ય પગલું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો