GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટીપ્સ / ઉધરસથી થઈ ગયા છો પરેશાન, નથી મળી રહી રાહત તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય અને તુરંત મેળવો રાહત

Last Updated on March 21, 2021 by

આજકાલ વાતાવરણ બદલાઈ રહ્યુ છે. સામાન્યરીતે બદલાતા વાતાવરણના લીધે ઈમ્યૂનિટી નબળી પડે છે. એવામાં શરદી, ઉધરસ થાય છે. વધારે પડતી ઉધરસ આવવી એ સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થાય છે. તેનાથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચારોનો ઉપયોગ કરી આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

ગંભીર

તૂલસીના પાન

તૂલસીના પાનને કાળા મરી પાવડર, સૂકી દ્રાક્ષ અને મૂલેઠી સાથે બં કપ પાણીમાં ઉકાળો. જયારે પાણી અડધુ થાય ત્યારે તેણે ગાળીને ચાની જેમ પીઓ. 3-4 દિવસમાં ઉધરસ સંપૂર્ણરીતે બંધ થઈ જશે.

ફૂદીનાના પાન

ફૂદીનાના પાન પોતાના ઔષધિય ગુણો માટે ઓળખવામાં આવે છે. ફૂદીનામાં મળી આવતા મેન્થોલ સૂકી ઉધરસમાં રાહત આપવાનું કામ કરે છે. ફૂદીનાના પાનને ઉકાળીને તેની વરાળ લેવાથી શરદી અને ઉધરસમાં રાહત આપે છે.

ગરમ પાણીના કોગળા

ઉધરસથી તુરંત રાહત મેળવવા માટે તમે ગરમ પાણીમાં નમક નાંખીને કોગળા કરી શકો છો. તેનાથી ગળામા રાહત મળશે.

કાળા મરીનો પાવડર અને મધ

કાળા મરીના પાવડર અને મધને મીક્ષ કરી એક સપ્તાહ સુધી ખાઓ તેનાથી પણ આરામ મળશે. તેમજ બે ચમચી મધમાં આદુ કે લીંબુનો રસ ભેળવીને દિવસમાં 2-3 વાર પીવાથી પણ ઉધરસમાં રાહત મળશે.

આદુ અને ઘી

તમે આદુના નાના ટૂકડા કરી તેને દેશી ઘીમાં તવા પર થોડા સમય માટે સેકી લો. પછી તે આદુના ટૂકડાને 2 કલાકના અંતરે મોંમા રાખો તેનાથી ઉધરસમાં તુરંત રાહત મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો