Last Updated on March 29, 2021 by
આજકાલના સમયમાં લોકો ઘણીબધી બીમારીઓ અને સમસ્યાઓનો શિકાર થઇ રહ્યા છે. આ સમસ્યાઓનું સૌથી મોટું કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ. ગેસ, ઇનડાઇજેશન અને ખાટ્ટા ઓડકાર (Gastroesophageal reflux disease (GERD)) આવવાની સમસ્યાનું કારણ ખરાબ ખાણી-પીણી, દારૂ અથવા સિગરેટનું સેવન અને ઓવરઈટિંગ પણ છે. આ સમસ્યા દરમિયાન લોકોને છાતીમાં બળતરા અને ખાટ્ટા ઓડકાર આવવા લાગે છે.
ઘણીવાર જ્યારે આ સમસ્યા ગંભીર થાય છે ત્યારે ખાધેલું બહાર આવી જાય છે. તેની પાછળનું કારણ હોય છે આપણા અન્નનળી અને જઠરની વચ્ચેનો વાલ્વ. આ વાલ્વ ખોરાક અને એસિડને ફૂડ પાઇપમાં પરત જતાં રોકે છે. પરંતુ જ્યારે તે નબળુ પડી જાય છે ત્યારે આ વાલ્વ પોતાની ક્ષમતા ગુમાવી બેસે છે. જાણો, અપચો, ગેસ અને ખાટા ઓડકારથી છૂટકારો મેળવવા માટેના ઉપાય અને તેના લક્ષણો વિશે…
ગેસ, ઇનડાઇજેશન અને ખાટ્ટા ઓડકારના લક્ષણ :
- મોંઢામાં ખાટું પાણી આવવા લાગવું.
- જેમને આ સમસ્યા થાય છે તેમના દાંતનો રંગ બદલાવા લાગે છે.
- બોલતી વખતે મોટાભાગે જે લોકોને ખાંસી આવે છે અને લાંબા સમય સુધી ખાંસી રહે છે. આ પણ આ સમસ્યાઓનું લક્ષણ છે.
- છાતીમાં બળતરા રહેવી અને મોંઢામાં મોટાભાગે કડવાશ થતી રહેવી પણ આ સમસ્યાઓના લક્ષણોમાંથી એક છે.
આ કારણે થાય છે આ સમસ્યા:
- ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પણ ફૂડ પાઇપ અને પેટ વચ્ચેનો આ વાલ્વ વીક થવા લાગે છે.
- વજન વધારે હોવાને કારણે પણ આ સમસ્યા થવા લાગે છે.
- જો કોઇ વ્યક્તિ વધારે પ્રમાણમાં દારૂ અથવા ધૂમ્રપાનનું સેવન કરે છે. તેમને પણ આ સમસ્યા થઇ શકે છે.
- આ સમસ્યા તે લોકોમાં પણ હોય છે જેમની ડોક નાની હોય છે.
- ગર્ભાવસ્થા દરમિયાન પણ આ સમસ્યા થઇ શકે છે.
- સ્પાઇસી ફૂડ ખાતાં લોકોમાં આ લક્ષણ મળી આવે છે.
- જેમની જોબ બેઠા બેઠા કામ કરવાની હોય છે તેવા લોકોમાં પણ આ પ્રકારની સમસ્યા સર્જાઇ શકે છે.
ગેસ ઇનડાઇજેશનથી બચવાની પદ્ધતિ :
જો તમને પણ ગેસ ઇનડાઇજેશન અને ખાટ્ટા ઓડકારની સમસ્યા છે તો તમે તેનાથી બચવા માટે કેટલાક ઉપાય અજમાવી શકો છો. પરંતુ જો આ સમસ્યા વધુ સમય સુધી રહે છે તો ડૉક્ટરની પાસે જઇને દવા લેવાનું જ યોગ્ય રહે છે. જાણો, આ સમસ્યાથી છૂટકારો મેળવવાની પદ્ધતિ વિશે…
- જો તમને આ સમસ્યા છે તો તમે પોતાની લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને તેને ઠીક કરી શકો છો. તમે તેમાં દરરોજ એક્સરસાઇઝ કરો અને વધુ સ્પાઇસી ફૂડનું સેવન કરવાનું બંધ કરી દો.
- વજન વધુ હોવાને કારણે પણ આ સમસ્યાઓ થઇ શકે છે. એવામાં જો તમે પોતાનું વજન ઓછું કરવા લાગો છો તો આ સમસ્યા જાતે જ ખત્મ થઇ જશે.
- દારૂ અને ધૂમ્રપાનનું સેવન કરનારા લોકોને આ સમસ્યાથી બચવા માટે આ ખરાબ આદતોનો ત્યાગ કરવો પડશે.
- ગેસ અને ઈનડાઇજેશનની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારે તમારું ભોજન થોડુક થોડુક કરીને ખાવું જોઇએ. ઉદાહરણ તરીકે જો તમે દિવસમાં ત્રણવાર ખાઓ છો તો તમે 6 વારમાં ખાવાનું શરૂ કરો.
- રાતનું ભોજન અને ઊંઘવા વચ્ચેનો ગેપ 2 કલાકનો રાખીને પણ તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. ધ્યાન રાખો કે ઊંઘવાના થોડાક સમય પહેલા સુધી ન તો પાણી પીઓ અને ન તો દૂધ પીઓ. આ ઉપરાંત ભોજનના 30 અથવા 60 મિનિટ સુધી કોઇ પણ પ્રકારનાં પીણાં ન પીશો.
- સવારનો નાસ્તો સારા પ્રમાણમાં કરો, લંચમાં થોડુક ઓછુ ખાઓ અને ડિનરમાં તેનાથી પણ ઓછુ જ ખાઓ.
- ગેસ અને ખાટા ઓડકારની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે સૂતા સમયે પોતાની ડોકને થોડીક ઊંચાઇ પર રાખીને સૂઇ જાઓ. તેના માટે તમારી ડોક 15 ડિગ્રી સુધી ઉપર હોવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે આ ઉપચાર તરત કામ કરશે નહીં. કારણ કે તમે લાઇફસ્ટાઇલ અને ખાણી-પીણીમાં ફેરફાર કરી રહ્યા છો તો આ સમસ્યાથી રાહત મેળવવામાં થોડોક સમય લાગી શકે છે. એટલા માટે ધીરજ રાખો.
ક્યારે જશો ડૉક્ટર પાસે?
જો તમને વધારે સમય સુધી ખાટ્ટા ઓડકારની સમસ્યા રહે છે અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કર્યા પછી પણ કોઇ પરિણામ નથી મળતું તો તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડૉક્ટર તમારી મદદ કરી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31