Last Updated on March 23, 2021 by
દરેકને દાગ વગરનો ચહેરો પસંદ છે. પરંતુ બીઝી લાઇફસ્ટાઇલ, ધૂપ અને પ્રદુષણના કારણે દેખભાલ કરી શકતા નથી. એના કારણે ચહેરા પર મોંસા, ખીલ અને ડાર્ક સ્પોટ્સની સમસ્યા થઇ જાય છે. ચહેરા પર ડાર્ક સ્પોટ્સને હટાવવું ખુબ મુશ્કેલ છે. એનાથી તમારો કોન્ફિડન્સ પણ ઓછો થાય છે. ફેસ પર દાગ થવાના ઘણા કારણ હોઈ શકે છે. ન્યુટ્રીએંટ્સની કમી, દવાઓનું વધારે સેવન, હોર્મોંસમાં ફેરફાર વગેરે હોઈ શકે છે. જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેના ઉપયોગથી જલ્દી હેલ્ધી અને નિખરી ત્વચા મેળવી શકો છો.
દહીં, હળદળ અને બેસનનો ફેસ પેક
હળદળ તમારી સ્કિન માટે ખુબ ફાયદાકારક હોય છે. એના માટે તમારા 2 ચમચી હળદળમાં દહીં અને બેસન ભેળવી એક પેસ્ટ તૈયાર કરી ફેસ પર લગાવી લો. 20 મિનિટ પછી આ પેસ્ટને ગરમ પાણીએ ધોઈ નાખો.
મસૂરની દાળનું ફેસ પેક
ચહેરા પર ડાર્ક સ્પોટ હટાવવા માટે મસૂર દાળનું ફેસ પેક ખુબ ફાયદાકારક હોય છે. એના માટે તમારે 50 ગ્રામ દાળને ભીની કરી પીસી લેવો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. થોડા સમય પછી એ પેસ્ટને સારી રીતે સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.
બદામનું તેલ
ચહેરાને ચમકદાર બનાવવા માટે બદામના તેલનો ઉપયોગ કરો. એમાં હાજર વિટામિન્સ અને મિનરલ્સ સ્કિન ટન નીખારવાનું કામ કરે છે. એ ઉપરાંત ચહેરાના ડાર્ક સ્પોટ્સ સાફ કરવાનું કામ કરે છે. તમે એનો ઉપયોગ નાઈટ રૂટિનમાં મેકઅપ હટાવ્યા પછી કરી શકો છો.
કેસર અને હળદળનું ફેસપેક
કેસરમાં આયુર્વેદિક ગુણ હોય છે. જે સ્કિન પિગ્મેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સને સાફ કરવાનું કામ કરે છે. એના માટે તમારે થોડા કેસરને પાણીંમાં ભીનું કરવાનું રહેશે અને પછી એમાં 2 ચમચી હળદળ નાખી પેસ્ટ તૈયાર કરી ચહેરા પર લગાવી લેવું. 15થી 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
બટર મિલ્ક ફેસ માસ્ક
બટર મિલ્ક એક રિફ્રેશિંગ ડ્રીંક છે જે ઉનાળામાં ખૂબ ફાયદાકારક છે. તમે એનો ઉપયોગ ચહેરા પર ડાર્ક સ્પોટ હટાવવા માટે કરી શકો છો. કોટન બોલની મદદથી બટર મિલ્કને સ્કિનના ડાર્ક સ્પોટ પર લગાવો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31