Last Updated on March 31, 2021 by
Benefits Of Homemade Protein Shake: શું કામ કરવા દરમિયાન તમે ખાણી-પીણીનું ધ્યાન નથી રાખતા અને નાસ્તો કર્યા બાદ ડાયરેક્ટ ડિનર કરવા માટે જ ઉઠી શકો છો તો આ આદત તમને બીમાર કરી શકે છે. તેવામાં તમારે કામ દરમિયાન કંઇકને કંઇક ખાતા-પીતા રહેવુ જોઇએ. તેવામાં તમે પ્રોટીન શેક પીને એનર્જી જાળવી રાખી શકો છો. આ પ્રોટીન શેકને તમે ઘરે જ બનાવી શકો છો જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હશે. આ હોમમેડ પ્રોટીન શેકને પીવાના અનેક ફાયદા હોઇ શકે છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે આ પ્રોટીન શેક ઘરે બનાવી શકો છો અને તેના ફાયદા શું છે.
ડાર્ક ચોકલેટ અને કેળાથી હોમમેડ પ્રોટીન શેક તૈયાર કરો
એનર્જી માટે, જો તમે ઘરે જ પ્રોટીન શેક બનાવવા માંગતા હો, તો આ શેક ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. ચાલો તમને જાણાવી દઇએ કે હોમમેઇડ પ્રોટીન કેવી રીતે બનાવવું.
સામગ્રી
- 1 કેળુ
- 1 કપ દૂધ
- 1 ચમચી ચોકલેટ પ્રોટીન પાવડર
- 2 ચમચી ડાર્ક ચોકલેટ
પદ્ધતિ
- કેળાની છાલ ઉતારી અને તેના નાના ટુકડા કરી લો.
- હવે તેમાં ડાર્ક ચોકલેટ અને ચોકલેટ પ્રોટીન પાવડર મિક્સ કરો અને ગ્રાઇન્ડરને 2 મિનિટ માટે ફેરવો.
- હવે તેમાં દૂધ નાખો અને લગભગ 5 મિનિટ માટે ગ્રાઇન્ડર ચલાવો.
- જ્યારે બધી સામગ્રીઓ સારી રીતે મિક્સ કરી લો, ત્યારે તેને ગ્લાસમાં કા ઢીને તેનું સેવન કરો.
હોમમેડ પ્રોટીન શેકના ફાયદા
- પ્રોટીન શેક પીવાથી શરીરમાં એનર્જી રહે છે. ઘરે બનાવેલા પ્રોટીન શેક પીવાથી શરીરનો થાક દૂર થાય છે. સાથે જ ફ્રેશ ફીલ થાય છે.
- બોડીબિલ્ડિંગ માટે પ્રોટીન શેક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને વર્કઆઉટ પછી પ્રોટીન શેક પીધા પછી સ્નાયુઓનો વિકાસ થાય છે.
- સાથે જ એનર્જી લૉસ પછી શરીરને ફરીથી ચાર્જ કરવાની જરૂર પડે છે, જેના માટે પ્રોટીન શેક એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
- હોમમેડ પ્રોટીન શેક શરીરના દુખાવામાં રાહત આપે છે અને માંસપેશીઓ રિકવર થાય છે.
- હોમમેડ પ્રોટીન શેક શરીરમાં પ્રોટીનની ઉણપને ઘટાડે છે.
(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય માહિતી પર આધારિત છે. GSTV આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31