Last Updated on March 27, 2021 by
રંગોના તહેવાર હોળી પર્વના એક દિવસ પહેલા એટલે કે ઘૂળેટીના અગાઉના દિવસે હોલિકા દહન આ વખતે રવિવારે જ થશે. ખરવારના કારણે પ્રાય: રવિવાર અથવા મંગળવારે હોળી પ્રગટાવવામાં આવતીનથી. તેને આ દિતવારે પ્રગટાવી શુભ મનાતી નથી પરંતુ આ વખતે વૃદ્ધિ તેમજ પૂનમ તિથિને કારણે રવિવારે સાંજે 6:05 વાગ્યાથી રાત્રિના 12:40 સુધી હોલિકા દહન માટે શુભ મૂહુર્ત છે.
હિન્દુ પંચાંગ મુજબ, ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખે દર વર્ષે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ વખતે હોલિકા દહન 28 માર્ચ રવિવારે છે. ધાર્મિક શાસ્ત્રોના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હોલિકા દહનના દિવસે હોળીની પૂજા કરવાથી મહાલક્ષ્મી (દેવી લક્ષ્મી) પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. જો કે, ઘણા લોકો હોલિકા દહનની રાત્રે ટોટકા પણ કરે છે , જેના કારણે કેટલાક એવા કામ છે જે તમારે આ દિવસે ન કરવા જોઈએ નહીં તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
વૃદ્ધિ યોગના કારણે સુયોસ્ત પછી હોળી પ્રગટાવવાનો શુભ મૂહુર્ત છે. આ વખતે ‘મિત્ર’ નામનો ઔદાયિક યોગ પણ બનાવવામાં આવી રહ્યો છે. પંચાંગ મુજબ, 28 માર્ચે પૂર્ણમાની તીથીની રાતે 12:40 મિનિટ છે. હોલીકા સૂર્યસ્તર દરમિયાન સાંજના 6 વાગ્યાને 5 મિનિટથી લઈને રાતે 12 કલાકને 40 મિનિટ સુઘી પૂનમ તિથિમાં હોલિકા દહન માટે મૂહુર્ત છે. આ દરમ્યાન કોઈપણ સમયે હોલિકા દહન કરી શકાય છે. શાસ્ત્રીઓનું કહેવુ છે કે, રવિવાર અથવા મંગળવારે ખરવાર માનવામાં આવે છે. જેથી આ દિવસે સમ્મ્તને બાળવુ શુભ માનવામાં આવતુ નથી. આ વખતે વૃદ્ધિ યોગ અને પૂનમ તિથિના કારણે રવિવારે હોળી પ્રગટાવવા માટે મૂહુર્ત છે.
બીલીનું ફળ અથવા નવુ અનાજ હોળીમાં જરૂર પધરાવો
જયોતિષ અનુસાર હોલિકા દહનમાં આ વખતે વૃદ્ધિ યોગ છે. જેથી હેલિકા દહનમાં માત્ર બીલીનું ફળ, ઘંઉનો પોખ અથવા નવુ અનાજ જરૂર હોળીમાં નાંખો. તેનાથી ધનમાં વૃદ્ધિ અને આરોગ્યતા પ્રાપ્ત થશે. દહનના સમયે હોલિકાયે નમ: મંત્રથી પૂજન કરો. હોળીના દિવસે આમ્રમંજરીનું સેવન કરવુ શુભ મનાય છે. જેથી હોળિના દિવસે પોતાના ઈષ્ટદેવના પૂજન બાદ કેરીનું મોઝર જરૂરથી ખાઓ.
હજારો જગ્યાઓ પર લાગી સમ્મત
હોલિકા દહન માટે વસંત પંચમીના દિવસે વિધિ-વિધાનથી પૂજન પછી પહેલાથી જ સ્થાન પર સમ્મ્તના રૂપમાં વાંસ લાગી ગયા છે. જે જગ્યા પર વસંત પંચમીના દિવસે સમ્મત નહિ લગાવી શકે, ત્યાં જ મહાશિવરાત્રીના દિવસે સમ્મત લગાવવાની પરંપરા છે. ઘણી જગ્યાઓ પર હોળીને ચાર દિવસ પહેલા વાળી રંગભરી એકદશીના દિવસે પણ સમ્મત લગાવવામાં આવે છે. મહાનગરના ઘણા સ્થળો પર હોલિકા ધહનના સમ્મત લગાવવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31