Last Updated on March 23, 2021 by
પુરી દુનિયામાં ફરીવાર કોરોનાના કેસો વધતા કેટલાક દેશોએ કડક વલણ અપનાવ્યુ છે. હવે બ્રિટનમાં વિદેશ યાત્રા પર લાગૂ પાબંદીને જૂલાઈ સુધી વધારવામાં આવી છે. સાથે જ બિનજરૂરી કારણોથી દેશ છોડનારાઓ પર લગભગ 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવી શકે છે.
એક રિપોર્ટ અનુસાર બ્રિટનમાં નવા નિયમ આગામી સપ્તાહથી લાગૂ થઈ શકે છે અને હવે સરકાર લોકડાઉનથી બહાર આવવાનો પુરો રોડમેપ તૈયાર કરવામાં લાગી ગઈ છે. આગામી 29 માર્ચથી આ કાયદો લાગૂ થવા જઈ રહ્યો છે. જેમાં કહેવાયું છે કે, કોઈ વ્યાજબી કારણ વગર કોઈપણ દેશની બહાર યાત્રા પર નહિ જઈ શકે.
જો નિયમો તોડવામાં આવે તો 5 લાખનો દંડ
આ કાયદા મુજબ મુસાફરીને લગતા નિયમોને તોડવા માટે લગભગ 5 લાખનો દંડ લાદવામાં આવી શકે છે. આ સિવાય મુસાફરીના દસ્તાવેજો યોગ્ય રીતે ન ભરવા બદલ 200 પાઉન્ડના દંડની જોગવાઈ છે. આ ફોર્મમાં, મુસાફરને તેની યાત્રાથી સંબંધિત વિગતો અને કારણોને સ્પષ્ટ રીતે સમજાવવા પડશે.આ પ્રતિબંધ સામાન્ય મુસાફરી ક્ષેત્ર અથવા આયર્લેન્ડની યાત્રા કરનારાઓને લાગુ થશે નહીં.
આ લાગુ નિયમોની સમીક્ષા 12 એપ્રિલના રોજ કરવામાં આવશે અને તે પછી દર 35 દિવસે નિયમોની સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય વિશ્વના તે દેશોમાં જ્યાં કોરોના કેસ વધી રહ્યા છે, ત્યાંની મુસાફરી પણ મુશ્કેલ બની રહી છે. ફ્રાન્સને આ અઠવાડિયાના અંત સુધીમાં ‘રેડ લિસ્ટ’ પર મૂકી શકાય છે. આરોગ્ય અધિકારીઓ પણ દક્ષિણ આફ્રિકામાં મળતા કોરોનાના નવા પ્રકાર વિશે ચિંતિત છે, તેવા કિસ્સામાં આખા ખંડને ‘લાલ સૂચિ’ માં મૂકી શકાય છે. લાલ સૂચિનો અર્થ એ છે કે આ દેશોની મુસાફરી કર્યા પછી ક્વોરન્ટાઈન રહેવું ફરજિયાત રહેશે.
લોકડાઉન હટાવવા અંગે આપ્યા સંકેત
ત્યાં પ્રધાનમંત્રી જોનસને લોકડાઉનનું 1 વર્ષ પુરુ થવા પર હવે પાબંદીઓ હટાવવાનો સંકેત આપ્યો છે. તેઓએ કહ્યું કે, ગત 12 મહીનામાં આપણા ઘણા લોકોના મૃત્યુ થયા છે. અને હું તેના પ્રતિ ઉંડી સંવેદના વ્યકત કરુ છું. જેઓએ પોતાના પરીજનોને ગુમાવ્યા છે. આજે લોકડાઉનને 1 વર્ષ પુર્ણ થવા પર પાછળ જોવાનો અવસર છે જે દેશના ઈતિહાસમાં સૌથી કપરુ વર્ષ રહ્યું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31