Last Updated on March 28, 2021 by
હોળીન તહેવાર ઉપર પ્રાઈવેટ સેક્ટરની એચડીએફસી બેંકે વૃદ્ધોને મોટી ભેટ આપી છે. HDFC બેંકે વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કિમને ત્રીજી વખત વધારી છે. બેંક વરિષ્ઠ નાગરિકો માટે એક સ્પેશયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કિમ આપી રહી છે. જેનો સીનીયર સીટીઝન કેર એફડી સ્કીમ યોજના કહેવામાં આવે છે. બેંકના વરિષ્ઠ નાગરિકો આ સ્પેશયલ એફડી ઉપર સામાન્ય લોકો કરતા વધારે વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશયલ એફડી ઓફર કોરોના વાયરસની મહામારી દરમયાન ઘટતા વ્યાજદરોની વચ્ચે 18 મે, 2020થી રોકાણ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આટલું મળશે વ્યાજ
HDFC બેંકે આ ડિપોઝિટ ઉપર 75 બીપીએસ વ્યાજ ઓફર કરી રહી છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક એચડીએફસી બેંકના સિનિયર સીટીઝન કેર એફડી હેઠળ ફિક્સ્ડ ડિપોઝીટ કરે છે તો એફડી ઉપર લાગુ વ્યાજ દર 6.25 ટકા હશે. આ દરો 13 નવેમ્બર 2020થી લાગુ છે. HDFC બેંકની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે 18 મેથી 30 જૂન સુધી સ્પેશયલ ડિપોઝીટ ઓફર દરમયાન વરિષ્ઠ નાગરિકોને 0.25 ટકા કરતા વધારે પ્રીમિયમ 0.50 ટકા વ્યાજ વર્તમાન પ્રીમિયમથી વધારે દેવામાં આવે છે. તે હેઠળ ફિક્સ્ડ ડિપોઝીટ 5 કરોડ રૂપિયાથી ઓછુ અને 5 વર્ષ એક દિવસથી 10 વર્ષ માટે કરવાની રહેશે.
ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરો
HDFC બેંક 7 દિવસ અને 29 દિવસની વચ્ચે જમા ઉપર 2.50 ટકા વ્યાજ ઉપર પ્રદાન કરે છે અને 30-90 દિવસોમાં મેચ્યોર થનારી જમા ઉપર 3 ટકા વ્યાજ મળે છે. 91 દિવસથી 6 મહિનાના જમા ઉપર વ્યાજ દર 3.5 ટકા અને 6 મહિના 1 દિવસ અને એક વર્ષથી ઓછી જમા ઉપર વ્યાજ દર 4.4 ટકા છે. એક વર્ષમાં એફડી મૈચ્યોર થવા ઉપર બેંક 4.9 વ્યાજ આપે છે. એક વર્ષ અને બે વર્ષોમાં મેચ્યોર થનારી એફડીની વ્યાજ દર 4.9 ટકા છે. 2 વર્ષથી 3 વર્ષમાં મૈચ્યોર થનારી એફડી ઉપર 5.15 ટકા અને 3 વર્ષથી 5 વર્ષથી એફડી ઉપર વ્યાજ 5.30 ટકા છે. 5 વર્ષથી 10 વર્ષની મૈચ્યોરીટી પીરીયડની સાથે જમા ઉપર 5.50 ટકા વ્યાજ મળશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31