GSTV
Gujarat Government Advertisement

હોળી તહેવાર: આ તારીખે આવી રહ્યો છે હોળી-ધૂળેટીનો તહેવાર, હોળી દહન આ મૂહુર્તમાં કરજો, બની રહ્યો છે ખાસ સંયોગ

Last Updated on March 19, 2021 by

હોળી વસંત ઋતુમાં ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં પૂર્ણિમા તિથિના દિવસે મનાવામાં આવે છે. આ તહેવાર પરંપરાગત રીતે બે દિવસ સુધી મનાવામાં આવે છે. પ્રથમ દિવસે હોળિકા દહન થાય છે અને ત્યાર બાદ બીજા દિવસે રંગ-ગુલાલથી હોળી મનાવામાં આવે છે. ફાગણ મહિનામાં ઉજવાતો હોવાના કારણે આ તહેવાર ઘણી વાર ઉત્તર ભારતના રાજ્યોમાં ફાલ્ગુની પણ કહેવાય છે. હોળીનો તહેવાર ક્યારે ઉજવાશે અને ક્યારે હોળિકા દહન થશે તેની ગણતરી પંચાગના આધારે થાય છે.

28 માર્ચે હોળિકા દહન અને 29 માર્ચે હોળી


હિન્દુ પંચાગ અનુસાર આ વખતે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 28 માર્ચ 2021 રવિવારના રોજ, એટલા માટે હોલિકા દહન 28 માર્ચના રોજ થશે અને રંગ ગુલાલ સાથે તેના બીજા દિવસે 29 માર્ચ સોમવારે હોળી રમાશે. હોળીનો તહેવાર ફક્ત ભારતમાં જ નહીં, પણ જ્યાં જ્યાં વિદેશમાં ભારતીયો વસવાટ કરે છે, ત્યાં પણ આ તહેવાર ઉજવાય છે.

હોળી પ્રગટાવવાનું મૂહૂર્ત

  • હોળિકા દહનમાં આ વખતે 28 માર્ચે ભદ્રનો છાયો રહેશે નહીં.
  • પંચાગ અનુસાર પૂર્ણિમા તિથિ પ્રારંભ- 28 માર્ચ 2021 સવારે 03.27 કલાકે
  • પૂર્ણિમા તિથિ સમાપ્ત- 29 માર્ચ 2021 રાતના 12.17 કલાકે
  • હોળિકા દહનનું મૂહુર્ત- 28 માર્ચ સાંજે 06.37 વાગ્યાથી રાતના 8.56 વાગ્યા સુધી
  • સમયગાળો- 2 કલાકને 20 મીનિટ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો