GSTV
Gujarat Government Advertisement

અશુભ / એક એવું ગામ કે જ્યાં 150 વર્ષોથી નથી મનાવવામાં આવી હોળી, ઘણી દુઃખદ છે આ વાત

Last Updated on March 25, 2021 by

રંગોના તહેવાર હોળીનો સમય આવી ચુક્યો છે. હોળીનું પર્વ આ વર્ષે 29 માર્ચના રોજ મનાવવામાં આવશે. સમગ્ર દેશમાં હોળીને લઈને જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ આ દેશમાં એક એવું ગામ છે કે જ્યાં રંગોનો તહેવાર ફિક્કો રહે છે. ગામમાં કોઈ પણ શખસ પાછલા 150 વર્ષોથી હોળી રમ્યા નથી. આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે. હોળી ના રમવાને લઈને ગ્રામીણોની માન્યતાઓ છે.

છત્તીસગઢના કોરબા જિલ્લામાં સ્થિત ખરહરી ગામમાં લોકોએ પાછલા 150 વર્ષથી હોળી નથી રમી. પરંતુ સવાલ એ છે કે આખરે આવું કેમ થયું જેના કારણે લોકો હોળી નથી મનાવી રહ્યાં ? વર્ષો પહેલા આ ગામમાં હોલીકા દહન કરવામાં આવતું હતું. આ સમયે અચાનક ગામમાં આવેલા તમામ ઘરો સળગવા લાગ્યાં. આ ઘટનાથી લોકોમાં ખોફ ફેલાયો છે અને ત્યાંરથી જ ગામના લોકોએ હોળી નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. તે બાદથી આજ સુધી આ ગામમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો નથી. કેટલાક લોકોનું કહેવું છે કે, તેને ડર છે કે જો હોળી રમશે તો તેની સાથે પણ ખરાબ થઈ શકે છે.

ઘણા પ્રકારની છે માન્યતાઓ

જાણકારી પ્રમાણે હોળીના દિવસે આ ગામમાં સન્નાટો ફેલાઈ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક વખત ગામના એક યુવાને હોળી રમવા માટે બીજા ગામમાં ગયો હતો. જેવો તે પોતાના ગામ ખરહરી પરત ફર્યો તો તેની તબિયત બગડી ગઈ અને તેનું મોત નીપજ્યું હતું. તે બાદથી લોકોમાં ડર વધી ગયો છે અને ભવિષ્યમાં ક્યારેય પણ હોળી નહીં રમવાનો પ્રણ લીધો છે. કેટલાક લોકોનું તે પણ કહેવું છે કે, ગામમાં એક આદિશક્તિ માં મડવારાનીનું મંદિર આવેલું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, માં દેવીએ પોતાના સ્વપ્નમાં આવીને હોળી નહીં રમવાનું કહ્યું છે. આ વાતને માનીને હોળી નહીં રમવા માટે પ્રણ લેવામાં આવ્યો છે. હવે જોવાની વાત તો એ છે કે આ નિર્ણયને તમામ લોકો માને છે અને પેઢી દરપેઢી લોકો તેનું પાલન પણ કરી રહ્યાં છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો