GSTV
Gujarat Government Advertisement

માન્યતા/ કષ્ટોનું નિવારણ અને ધન પ્રાપ્તિ ઇચ્છતા હોય તો હોળીની રાત્રે જરૂર કરો આ ચમત્કારી ઉપાય

હોળી

Last Updated on March 23, 2021 by

હોલિકા દહન પર દરેક પ્રકારની નકારાત્મકતાનું પણ દહન કરવામાં આવે છે. હોલિકા દહન પર કરવામાં આવતી પૂજા જીવનમાં આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓને દૂર કરે છે. હોળી દહનની રાતને પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. જે લોકોના જીવનમાં ધન, દેવુ, રોગ, કરિયર અને બિઝનેસને લગતી મુશ્કેલીઓ આવતી જ રહે છે, તેઓ હોલિકા દહનના દિવસે કેટલાંક ચમત્કારી ટોટકા અથવા ઉપાય કરી તમામ પરેશાનીઓથી છૂટકારો મેળવી શકે છે. ચાલો જાણીએ હોલિકા દહનના સમયે કયા લાભકારી અથવા ચમત્કારી ઉપાયો કરી શકાય છે.

હોળી

હોળીના દિવસે કરો આ ચમત્કારી ઉપાય

હોલિકા દહન બાદ રાતે 12 વાગ્યે કોઇ પીપળાના વૃક્ષ નીચે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવીને 7 વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઇએ. આમ કરવાથી ભાગ્ય સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થઇ જાય છે.

હોલિકા દહનના સમયે સમગ્ર પરિવાર સાથે હોલિકાની ત્રણ અથવા સાત વાર પ્રદક્ષિણા કરવાથી સ્વાસ્થ્યની સાથે જ ધન લાભ પણ મળે છે.

હોળી રમતા પહેલા કોઇ મંદિરમાં દેવી-દેવતાઓને ગુલાલ ચડાવવુ જોઇએ અને ભગવાન સમક્ષ પોતાની સમસ્ત મુશ્કેલીઓ જણાવવી જોઇએ. આમ કરવાથી જલ્દી જ તમામ સમસ્યાઓનું નિવારણ થઇ જાય છે.

હોળી

હોલિકા દહન બાદ બીજા દિવસે હોલિકાની રાખથી પુરુષોને તિલક લગાવવુ જોઇએ. સાથે જ મહિલાઓને આ રાખને પોતાની ગરદન પર લગાવવી જોઇએ. આ ચમત્કારી ઉપાય ખરાબ નજરથી બચાવે છે.

હોળીના દિવસે સવારે સ્નાન કરીને શંકર ભગવાનના મંદિરમાં જાઓ અને ત્યાં પાન પર સોપારી અને હળદરની ગાંઠ મુકીને ભોળેનાથને ભોગ લગાવો. તે બાદ સાંજે શિવલિંગ પાસે દીવો પ્રગટાવો. આમ કરવાથી તમામ મુશ્કેલીઓથી છૂટકારો મળી જાય છે.

હોળીના દિવસે નવ લીંબુઓને એક માળામાં ગૂંથી લો. તે બાદ આ માળાને ભૈરવજીને અર્પિત કરી દો. આ ઉપાયને કરવાથી જલ્દી જ ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જાય છે.

હોળીના દિવસે અડદની દાળથી બનેલા દહી વડા અને જલેબી સાત સફાઇકર્મીઓમાં વહેંચવાનો ઉપાય કરવાથી સ્વાસ્થ્ય જળવાઇ રહે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો