Last Updated on March 21, 2021 by
હોળી મેળાપનો તહેવાર છે. રંગોની મસ્તી બાદ મહેમાનોના ઘરે આવવાનો સિલસિલો ઘણા દિવસો સુધી ચાલુ રહે છે. તેવામાં મોં મીઠુ કરવાની વાત આવે ન આવે તેવું કેવી રીતે બને. જોવામાં આવે તો મીઠાઈ તો દરેકના ઘરમાં બનતી હોય છે પરંતુ તમે આ વખતે ઘરે જલેબી બનાવીને મહેમાનોનું મોં મીઠુ કરાવી શકો છો. તહેવારના દિવસે ગરમા ગરમ જલેબીનો સ્વાદ લોકોને મળશે તો સંબંધોમાં પણ મીઠાશ ભળશે.
સામગ્રી
ફોતરા વગરની અડદની દાળ 250 ગ્રામ, અખરોટ 50 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, પીળો રંગ, તળવા માટે દેશી ઘી કે રિફાઈન્ડ, જલેબી બનાવવા માટેનું કપડું.
આવી રીતે તૈયાર કરો
- સૌથી પહેલા દાળને સારી રીતે ધોઈને તેને રાતસુધી પાણીમાં રાખો. સવારે દાલનું પાણી કાઢીને તેને જીણુ પીસી નાંખો. હવે અખરોટના નાના-નાના ટુકડા કરો અરે અને તેને પીસેલી દાળમાં નાંખી દો. તેની સાથે જ પીળો રંગ નાખી દો અને સારી રીતે મીક્સ કરો.
- તે બાદ એક વાસણમાં ચાસણી બનાવવાનું શરૂ કરો. તેના માટે વાસણમાં આશરે એકથી દોઢ કપ પાણી નાંખો. તે બાદ ખાંડ નાંખો અને ગેસ ઉપર ઉકળવા દો. જ્યારે ચાસણી એક તારની થાય કે તરત ઉતારી લો.
- હવે કડાઈમાં ઘી કે રિફાઈન્ડને ગરમ થવા માટે રાખો. કપડામાં દાળની પેસ્ટ નાંખો અને પોટલી જેવો આકાર આપો. નીચેથી કપડામાં કાણુ કરો.
- હવે કડાઈમાં તેલ કે ઘી ગરમ થઈ ગયુ હોય તો પોટલીને પકડી અને દબાવતા ગોળ ગોળ ફરવીને જલેબી બનાવો. જ્યારે જલેબી કડક થઈ જાય તો તેને બહાર કાઢીને ચાસણીમાં ડુબાડી દો. તે બાદ તેને ગરમા ગરમ પીરસો.
- જો તમે ઈચ્છતા હો તો હોળીના બે કે ત્રણ દિવસ પહેલા જ જલેબીને બનાવીને ડબ્બામાં સ્ટોર કરી શકો છો. તેના માટે જલેબીને તળીને ડબ્બામાં રાખી દો અને ચાસણી ફ્રીજમાં રાખી દો. જ્યારે કોઈ મહેમાન આવે તો ચાસણીને ગરમ કરો અને જલેબીને એક વખત ફરી ઘીમાં નાંખીને ગરમ કરીને ચાસણીમાં ડીપ કરીને પીરસી શકો છો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31