Last Updated on March 29, 2021 by
હોળીના તહેવાર પર લોકો એકબીજાને ખુબ કલર લગાવે છે. જો કે આ તહેવાર પર રંગોમાં ડૂબવા પહેલા એમને ઓળખવું અને એના ખરાબ પ્રભાવએન સમજવું જરૂરી છે. કારણ કે કલર જો કેમિકલ વાળા છે તો આ તમને નુકસાન પહોંચાડી શકે છે. આવો તમને જણાવીએ કે બજારમાં વેંચતા કયા રંગ તમારા માટે ખતરનાખ હોઈ શકે છે.
લીલો કલર
હોળી પર જો તમે લિકો કલર ખરીદો છો તો જણાવી દઈએ કે એમાં કોપર સલ્ફેટનો ઉપયોગ થાય છે. એમાં આંખોમાં ખંજવાળ, જલન અથવા ઇન્ફેક્શનની સમસ્યા થઇ જાય છે.
બેંગની કલર
બેંગની કલરમાં ક્રોમિયન આયોડાઇડનો ઉપયોગ થઇ શકે છે. એમાં લોકોને અસ્થમા અને એલર્જીનો ખતરો થઇ શકે છે. આ ડાર્ક રંગ ઘણા દિવસ સુધી તમારી સ્કિન પર રહી શકે છે.
સિલ્વર કલર
વધુ યુવા સિલ્વર કલરનો ઉપયોગ કરે છે. સિલ્વર કલરમાં એલ્યુમિનિયમ બ્રોમાઇડનો ઉપયોગ થાય છે. એક્સપર્ટ કહે છે કે એલ્યુમિનિયમ બ્રોમાઇડથી કેન્સરનો ખતરો વધી જાય છે.
બ્લેક કલર
જો તમે હોળી પર બ્લેક કલરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો પછી જણાવી દઈએ કે તેમાં લીડ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કિડની અને મગજ પર ખૂબ ખરાબ અસર કરે છે.
લાલ રંગ
લોકોને હોળી પર લાલ રંગ ખુબ પસંદ આવે છે. લાલા રંગમાં મરક્યુરી સલ્ફેટનો ઉપયોગ થાય છે. ત્વચા કેન્સર, પેરાલાઇઝ એટલે કે લકવો થવાનું જોખમ પણ છે.
હર્બલ રંગ છે સેફ
હોળીનો 95% વેપાર સિન્થેટિક રંગોથી ચાલે છે. હર્બલ રંગો બેથી ત્રણ ગણા વધુ મોંઘા છે. આ રંગો હર્બલ હોવાની ગેરંટી આપતા નથી. આવી સ્થિતિમાં, ગ્રાહકો માટે મોટી સમસ્યા બની જાય છે. પરંતુ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જોખમ ઓછું કરી શકાય છે.
હર્બલ કલર્સને કેવી રીતે ઓળખવા
હર્બલ રંગની ચમક સિન્થેટિક રંગોની તુલનામાં ઓછી હોય છે. ગુલાબનો રંગ ગુલાબી હશે, ચમકીલો લાલ નહીં. હર્બલ રંગ આંગળીઓ પર બરછટ નહીં લાગે. ધ્યાનમાં રાખવાની બીજી બાબત એ છે કે સામાન્ય રીતે ઓર્ગેનિક રંગો ખૂબ સુગંધિત હોતા નથી. જો શક્ય હોય તો, ઘરે તૈયાર કરેલા રંગોનો જ ઉપયોગ કરો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31