Last Updated on March 28, 2021 by
દર વર્ષે હોળીનો તહેવાર રંગો અને ગુલાલથી ભરાયેલો હોય છે. પરંતુ આ વખતે રંગોની સાથે કોરોનાના નિયમોનું પાલન કરવું પણ જરૂરી બન્યું છે. જો કે, બજારમાં હોળીની રોનક છે. આ વખતે કલરફુલ માસ્ક અને ક્વર્કી પ્રિન્ટેડ ટી શર્ટ્સનો ટ્રેડ જોવા મળ્યો છે. હોળી ઉપર ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મના માધ્યમથી લોકો આ પ્રકારના ટી-શર્ટ ખરીદી રહ્યાં છે. આ ક્વર્કી પ્રિન્ટેડ ટી શર્ટની કિંમત 199 રૂપિયા છે. તમને આ ટી શર્ટ ઉપર ઘણા પ્રકારના સ્લોગન લખેલા જોવા મળશે. તે સિવાય પાવરી પ્રિટ ટીશર્ટનો ટ્રેન્ડ પણ ખુબ પ્રચલીત થયો છે. ટી શર્ટ ઉપર ગ્રાફિક્સ પ્રિન્ટિંગની સાથે પાવરી અને હોળીના સ્લોગન લખેલા છે.
બી અવારા એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. તેના પોર્ટલના મેનેજર આતિશ કેજરીવાલ જણાવી રહ્યાં છે કે, આ વખતે તેની કંપનીએ 5600 ટી શર્ટ વેચ્યા છે. જેમાં લેટ્સ પાવરી લખેલું છે. ટી શર્ટના વેચાણમાં 2400 યૂનીટ કરતા વધારે પાવરી ટી શર્ટ છે. તેણે જણાવ્યું હતું કે, પાવરીના વિડીયો વાઈરલ થયા હાદ અમે આ પ્રકારની ડિઝાઈનના ટી શર્ટ બનાવવાનો પ્લાન કર્યો. તેણે જણાવ્યું કે, કોરોનાના કારણે મોટાભાગના લોકો પાર્ટીમાં જતા નથી. તે પોતાના સંબંધીઓ અને દોસ્તો સાથે મળીને તહેવાર ઉજવી રહ્યાં છે. ઓનલાઈન પ્લેટફોર્મ ઉફર ફંકી ટીશર્ટનો ટ્રેન્ડ ઘણો છવાયો છે. આ ટી શર્ટ બહુ મોંઘી પણ નથી અને પહેરવામાં પણ આરામદાયક છે. તે સિવાય સોશયલ મીડિયા ઉપર હોળી અને કોરોનાના મેસેજ માસ્ક ખરીદવાનો ક્રેઝ પણ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને યંગસ્ટરમાં તેનો ક્રેઝ વધારે છે.
દિલ્લીના વ્યાપારી પ્રવિણનું કહેવું છે કે, મોટાભાગના લોકો સોશયલ મીડિયા ઉપર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરવાનું પસંદ કરી રહ્યાં છે. આવી જ રીતે માસ્ક અને ટી શર્ટમાં તે ઘણા કુલ દેખાઈ રહ્યાં છે. એ માટે આ ટી શર્ટ અને માસ્કના વેચાણમાં વધારો આવ્યો છે. એટલું જ નહીં માર્કેટમાં ટી શર્ટની સાથે મેચિંગ માસ્ક અને કેપ પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રાફઈક ટી શર્ટનો ટ્રેડ છવાયો છે. આ ટી શર્ટમાં પુરૂષ સ્માર્ટ અને કુલ લાગે છે. તેનું ફ્રેબિક પણ કંફર્ટેબલ છે. કપલમાં મેચિંગ ગ્રાફીક ટી શર્ટ પહેરવાનો ટ્રેન્ડ પણ છવાયો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31