Last Updated on February 26, 2021 by
સ્ટાર એથલિટ હિમા દાસને શુક્રવારે આસામ પોલીસમાં ડીએસપી બનાવવામાં આવી છે. હિમા દાસે તેને બાળપણના સપના જાણે સાચુ થયું હોય તેમ જણાવ્યુ હતું. આસામના મુખ્યમંત્રી સોનોવાલના હસ્તે હિમા દાસને નિમણુંક પત્ર સોપાયો હતો. ગુવાહટીમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રદેશના કેટલાય સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. હિમા દાસે બાદમાં જણાવ્યુ હતું કે, નાનપણથી પોલીસ અધિકારી બનવાનું સપનું જોઈ રહી હતી. હું શાળાના દિવસોમાંથી પોલીસ બનવાનું વિચારી રહી હતી. તથા આ મારી માતાનું પણ સપનું હતું. દુર્ગાપૂજા દરમિયાન તેઓ પણ બંદૂક અપાવતા હતા. મા કહેતી હતી કે, આસામ પોલીસમાં સેવા કરૂ અને સારો માણસ બનું.
I'm so happy that one of my biggest dreams came true today. I am proud to be the DSP, @assampolice .
— Hima (mon jai) (@HimaDas8) February 26, 2021
It's an honour I will always wear with pride.
I would like to thank our CM @sarbanandsonwal sir, @himantabiswa sir and @KirenRijiju sir for their constant support.
Contd..1/2 pic.twitter.com/ftgA16goqf
એશિયાઈ રમતમાં રજત પદક વિજેતા અને જૂનિયર વિશ્વ ચેમ્પિયન હિમાએ કહ્યુ હતું કે, તે પોલીસની નોકરીની સાથે સાથે રમતમાં પણ પોતાનું કરિયર ચાલુ રાખશે. કારણ કે, મને જે પણ મળ્યુ છે તે રમતના કારણે જ મળ્યુ છે. હું પ્રદેશની ભલાઈ માટે કામ કરતી રહીશ.અસમને હરિયાણાની માફક સૌથી સારામાં સારુ પ્રદર્શન કરનારુ રાજ્ય બનાવા માટે મહેનત કરતી રહીશ. અસમ પોલીસમાં કામ કરતાની સાથે સાથે રમત સાથે પણ જોડાઈ રહીશ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31