GSTV
Gujarat Government Advertisement

એક બાજૂ કોરોના, બીજી બાજૂ ગરમી: ભારતમાં ગત વર્ષ કરતા વધુ ગરમી પડવાનું અનુમાન, દક્ષિણ એશિયાના દેશો પર ભયંકર સંકટ

Last Updated on March 28, 2021 by

ચાલુ વર્ષે ભારતમાં ગત વર્ષોની તુલનાએ વધુ ગરમી પડવાનું અનુમાન છે. સાથે જ લૂ પણ જીવલેણ સાબિત થઇ શકે છે. અમેરિકા સ્થિત ઓક રિજ નેશનલ લેબોરેટરી સહિત જુદી જુદી સંસ્થાના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં આ દાવો કર્યો છે.

એક બાજૂ કોરોના, બીજી બાજૂ ગરમી

એક તરફ દેશમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે, તો બીજી તરફ આ વર્ષની ગરમી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, આ વર્ષે ભયંકર ગરમી પડશે અને દક્ષિણ એશિયાના દેશોમાં જીવલેણ લૂનો પ્રકોપ જોવા મળશે. અમેરિકા સ્થિત ઓક રિજ નેશનલ લેબોરેટરી સહિત વિવિધ સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ સંશોધનમાં દાવો કર્યો છે કે, આ વખતે કાળઝાળ ગરમીને કારણે ભારતમાં ખાધ પદાર્થ ઉત્પાદન કરતા મોટા ક્ષેત્રો પર પણ અસર પડશે. જોરદાર ગરમીને કારણે રોજિંદા કામોમાં પણ મુશ્કેલીઓ આવશે. એટલું જ નહીં, આ વર્ષે વધુ ગરમીમાં ખુલ્લા સ્થળોએ કામ કરવું અસુરક્ષિત સાબિત થઇ શકે છે.

ગરમીના કારણે કામ કરવામાં મુશ્કેલી

સંશોધન મુજબ ગરમીના કારણે મહત્તમ કામ કરવામાં મુશ્કેલી પડશે તેવા સ્થળોમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ સ્થાનોની સાથે, દરિયાકાંઠાના વિસ્તારોમાં કોલકાતા, મુંબઇ અને હૈદરાબાદ જેવા શહેરી વિસ્તારો પણ શામેલ છે, જ્યાં ગરમીને કારણે, કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. જ્યોફિઝિક્સ રિસર્ચ લેટર જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાથી પરિસ્થિતિ વધારે ખરાબ રહેશે.

વૈશ્વિક તાપમાનમાં પણ વધારો

વૈજ્ઞાનિક સંશોધન મુજબ, આ સમયે જે પ્રકારનું તાપમાન જોવામાં આવી રહ્યું છે તે મુજબ, તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ આ વિસ્તારોમાં ગંભીર અસર પેદા કરશે, તેથી હાલના ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઝડપથી ઘટાડવાની જરૂર છે. વૈશ્વિક તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાથી દક્ષિણ એશિયામાં જીવલેણ લૂ ફૂંકાશે. 32 ડિગ્રી વેટ બલ્બનું તાપમાન કામદારો અને મજૂરો માટે અસુરક્ષિત માનવામાં આવે છે. જ્યારે તે 35 ડિગ્રી થઈ જાય છે, ત્યારે માનવ શરીર પોતાને ઠંડુ રાખી શકતું નથી અને તે ખતરનાક સાબિત થઈ જાય છે

દક્ષિણ એશિયાના દેશોમાં સંકટ

સંશોધનમાં ચેતવણી આપવામાં આવી કે દર વર્ષે દક્ષિણ એશિયાના દેશોમાં સંકટ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે આ મોટા ખતરાથી બચવા માંગો છો, તો તાપમાનમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવાના પ્રયત્નો પર ભાર મૂકવો પડશે. તાપમાન નિયંત્રિત ન થાય ત્યાં સુધી આવા જોખમોથી બચી શકાશે નહીં. હાલની પરિસ્થિતિ જોતાં દક્ષિણ એશિયાના દેશોએ આ દિશામાં કાર્ય કરવાની જરૂર છે. આ કામમાં વિલંબ જોખમી સાબિત થઈ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો