GSTV
Gujarat Government Advertisement

આરોગ્ય/ ડાયાબિટીસ કંટ્રોલ કરવાના ઉપાય શોધી રહ્યા છો તો આ છે બેસ્ટ, આ પાણી પીવાનું શરૂ કરો થશે ઉત્તમ ફાયદાઓ

Last Updated on March 8, 2021 by

એક હેલ્ધી ડાયેટ ડાયાબિટીસને અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકોએ બ્લડ શુગર લેવલમાં ઉતાર-ચઢાવથી બચવા માટે લો જીઆઇ ડાયેટનું સેવન કરવું જોઇએ. ડાયાબિટીસના દર્દીઓને મોટાભાગે શુગરવાળા ડ્રિન્ક્સથી બચવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમાં પોષણ મૂલ્ય ઘણું ઓછુ અને શુગર વધારે હોય છે. તમે કેટલાક હેલ્ધી ઑપ્શનની સાથે આ શુગરી ડ્રિન્ક્સને બદલી શકો છો.

ડાયાબિટીસ કંટ્રોલ કરવાના ઉપાય શોધી રહ્યા છે, તો તેના માટે નારિયેળ પાણી ઉત્તમ છે. આ ડ્રિન્ક તમને કેટલાય સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરી શકે છે અને આવશ્યક પોષક તત્ત્વોની સાથે તમારા ડાયેટને લોડ કરી શકે છે. પોષણ નિષ્ણાંતે ડાયાબિટીસથી પીડાતા લોકો માટે નારિયેળ પાણીના કેટલાક લાભ શેર કર્યા છે. બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે ડ્રિન્ક્સમાં નારિયેળ પાણી સૌથી સારું હોઇ શકે છે. જાણો, ડાયાબિટીસના દર્દીઓ માટે નારિયેળ પાણી કેવી રીતે ફાયદાકારક થઇ શકે છે. 

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે નારિયેળ પાણી

એક્સપર્ટ અનુસાર ડાયાબિટીસના દર્દી નારિયેળ પાણીનું સેવન કરી શકે છે. હકીકતમાં તેમણે નિયમિત રીતે નારિયેળ પાણી પીવું જોઇએ કારણ કે શોધથી જાણવા મળ્યું છે કે નારિયેળ પાણી બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. આ મેગ્નેશિયમનો એક સ્ત્રોત પણ છે જે ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરવામાં મદદ કરે છે. આ હેલ્ધી ડ્રિન્ક બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. એટલા માટે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો નારિયેળ પાણી પીવું ફાયદાકારક છે.

નાળિયેર

માત્ર પાણી જ નહીં, ડાયાબિટીસના દર્દી નારિયેળમાંથી નીકળતી મલાઇનો પણ આનંદ લઇ શકે છે. આ હેલ્ધી ફેટથી ભર્યુ હોય છે, જેમાં અદ્વિતીય ગુણ હોય છે જે શરીરમાં અન્ય ચરબીની સરખામણીમાં અલગ-અલગ ચયાપચય બનાવે છે. આ શરીરની ચરબીને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. ડાયાબિટીસ અને મોટાપો બંનેથી પીડાતા લોકો તેને પોતાના આહારમાં સામેલ કરી શકે છે. આ હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે કારણ કે આ ગુડ કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપે છે.

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાની અસરકારક ટિપ્સ

1. નિયમિત કસરત કરો

શારીરિક પ્રવૃત્તિઓ પોતાના સ્વાસ્થ્યને કેટલીય રીતે પ્રોત્સાહન આપી શકે છે. ડાયાબિટીસના દર્દીઓને હૃદય રોગનું વધારે જોખમ હોય છે. એટલા માટે શારીરિક રીતે સક્રિય રહેવાથી હૃદય સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળશે, બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા અને હેલ્ધી વેટ બનાવી રાખવામાં મદદ મળશે.

2. હેલ્ધી ડાયેટ લો

હેલ્ધી બ્લડ શુગર લેવલ માટે પેક અને પ્રોસેસ્ડ સ્નેક્સ ખાવાનું ટાળો. ઓછા જીઆઇ ધરાવતો આહાર ખાઓ અને સ્વસ્થ સ્નેક્સ જેવા કે નટ્સ, સીડ્સ, ઓટ્સ, ફ્રૂટ્સના મોડરેશનમાં પોતાના ભૂખના દર્દને ઓછુ કરો.

3. નિયમિત રીતે બ્લડ શુગર લેવલની તપાસ કરો

કોઇ પણ મોટા ઉતાર-ચઢાવથી બચવા માટે, નિયમિત રીતે પોતાના બ્લડ શુગર લેવલ ચેક કરાવતા રહો. આ તમને સમય પર જરૂરી સાવચેતી રાખવામાં મદદ કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો