GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો વીમા કોન્ટ્રાક્ટની આ વાત, નહીં તો બાદમાં થશે પરેશાની

ઈન્શ્યોરન્સ

Last Updated on February 25, 2021 by

હેલ્થ ઈન્શ્યોરન્સ વર્તમાન સમયમાં જરૂરી બની ગઈ છે. ખાસ કરીને કોરોના સંકટ બાદ તેની કિંમત વધી ગઈ છે. વીમો કરાવતા પહેલા તેની શરતોને જાણવી જરૂરી છે. જો કે, વીમા કોન્ટ્રાક્ટની બારીકીને સમજવા માટે સામાન્ય લોકો માટે થોડી મુશ્કેલ હોય છે. વીમા કોન્ટ્રાક્ટના નિયમો, શરતો અને વીમા સાથે જોડાયેલ શબ્દ કોઈ સામાન્ય લોકોને સમજવી મુશ્કેલ છે. આજે અમે તમને અમૂક એવી ટેક્નિકી શબ્દો અંગે જણાવવા જઈ રહ્યા છીએ.

પોલિસી

કો-પેમેન્ટ

કો-પેમેન્ટમાં પોલિસીધારક વીમા ક્લેમના એક ભાગની ચૂકવણી કરે છે. કો-પેમેન્ટ, વીમા લેનાર અને વીમા કંપની વચ્ચે દાવા રાશિના પૂર્વ-નિર્ધારિત %ને શેર કરવાનો વિકલ્પ બતાવ્યો છે. તેમાં વીમો લેનાર વ્યક્તિ પોતાના પોકેટમાંથી કુલ રકમના અમૂક ટકા ભાગ પોતે વહન કરવા માટે સહમત હોય છે. આ ઓપ્શનને પસંદ કરવાથી પ્રીમિયમ ઓછુ કરવામાં મદદ મળે છે.

કપાત અને ડિડક્ટીબલ

ડિડક્ટીબલ અથવા કપાત એક વિશેષ રકમ હોય છે. જે હેઠળ વીમાધારકને હેલ્થ ઈન્શ્યોરન્સ અમલમાં આવતા પહેલાના ખર્ચને ઉઠાવવાનો હોય છે. આ વ્યવસ્થાથી પણ પ્રીમિયમ ઓછું કરવામાં મદદ મળે છે. કારણ કે, આ વ્યવસ્થા વીમાકર્તાને તેમના દાયિત્વના એક ભાગને રાહત આપે છે. ડિડક્ટેબલ જેટલું વધુ હોય છે પ્રીમિયમ એટલું જ ઓછું હશે.

ડે-કેર ટ્રીટમેન્ટ

તેનો સંબંધ હોસ્પિટલ અથવા ડે કેર સેંટરમાં જનરલ અથવા લોકલ અનેસ્થેસિયા હેઠળ 24 કલાકથી ઓછા સમય માટે ભરતી થવાની સ્થિતિમાં કરવામાં આવેલ સારવાર અથવા ઓપરેશનથી હોય છે. ડે કેર ટ્રીટમેન્ટમાં OTP સામેલ નથી. અમૂક સામાન્ય ડે કેર ટ્રીટમેન્ટમાં મોતિયાબિંદ સર્જરી, કોરોનરી એન્જિયોગ્રાફી, કીમો થેરાપી, ડાયલિસિસ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

ઇન્શ્યોરન્સ

હોસ્પિટલમાં ભરતી થવા પહેલા અને બાદનો ખર્ચ

અહીં ધ્યાન રાખો કે, હોસ્પિટલમાં ભરતી થતા પહેલા 30 થી 60 દિવસનો સમયગાળો પ્રી-હોસ્પિટલીઝેશન જ્યારે હોસ્પિટલમાં ભરતીના 90 થી 180 દિવસનો સમય પોસ્ટ-હોસ્પિટલાઈઝેશનનો માનવામાં આવે છે. હોસ્પિટલમાં ભરતી થયા બાદ કરવામાં આવેલ ખર્ચમાં ફોલોઅપ દવાઓ, તપાસ, ફિઝીયોથેરાપી, ડાયલિસિસ, કીમો થેરાપી વગેરે સામેલ હોય છે.  

ફ્રી લુક પીરિયડ

પોલિસી ડોક્યૂમેન્ટની પ્રાપ્તિની તારીખથી 15 દિવસની અવધી ફ્રી લુક પીરિયડ કહેલાવે છે. આ દરેક નવા સ્વાસ્થ્ય વીમા અથવા વ્યક્તિગત દુર્ધટના પોલિસી ધારકોને આપવામાં આવે છે. ફ્રી લુક પીરિયડ દરમ્યાન તમે ફરીથી વિશ્લેષણ કરી શકે છે કે કોઈ વિશેષ પ્લાન તમારા માટે સારો છે કે નહીં. જો પ્રી લુક પીરિયડમાં તમને પોલિસી ઠીક લાગતી નથી તો તેને રદ્દ કરી શકાય છે અને પ્રીમિયમ પરત કરી શકાશે. જો કે, કવર માટેની સ્થિતિમાં વીમાકર્તા તમારાથી પ્રશાસનિક ખર્ચો માટે ચાર્જ લાગશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો